અમદાવાદની HK કોલેજમાં છેડતી,યુવતીની સામે ગીત ગાઈને છેલ્લા ઘણા સમયથી યુવતીને પરેશાન કરવામાં આવતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-10 16:13:39
  • Views : 106
  • Modified Date : 2024-03-10 16:13:39

અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે.કોલેજમાં અનિકેત વાલોદરા નામના યુવકે યુવતીના વાળ ખેંચીને લાફો માર્યો હતો.યુવતીની સામે ગીત ગાઈને છેલ્લા ઘણા સમયથી અનિકેત યુવતીને પરેશાન કરતો હતો. ત્યારે હવે અનિકેત પટ્ટો કાઢીને યુવતીને મારવાનો પ્રયાસ કર્યો હતો... જોકે કોલેજના અન્ય વિદ્યાર્થીઓએ અનિકેતને અટકાવ્યો હતો.ત્યારે આ મામલે યુવતીએ અનિકેત વાલોદરા સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.છેડતીનો ભોગ બનનાર યુવતી અમદાવાદના શાહપુર વિસ્તારની રહેવાસી છે.અને એચ.કે. કોલેજમાં અભ્યાસ કરે છે. આંકડાશાસ્ત્રનું પેપર પૂર્ણ કરીને તે કોલેજથી બહાર નીકળી રહી હતી. ત્યારે કોલેજના ગેટ પાસે  કોલેજના જ વિદ્યાર્થી  અનિકેત વાલોદરાએ તેને જોઇને ગીતો ગાઇને  રોમિયોગીરી કરી હતી.યુવતી ઉભી ન રહેતા અનિકેતે  યુવતીના વાળ ખેંચીને તેને અપશબ્દો કહ્યા હતા.  અને એટલુંજ નહીં તેને લાફો મારી દીધો હતો. અનિકેત આટલેથી ન અટકતા બાદમાં પટ્ટો કાઢીને યુવતીને મારવા જતો હતો, પરંતુ લોકોએ યુવતીએ બચાવી લીધી હતી. 

Download Our B K News Today App



Related News