ગુજરાતના ઈતિહાસમાં રાજ્ય સરકારે વિકાસકામો માટે ઐતિહાસિક વહીવટી પહેલ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-05 18:02:54
  • Views : 77
  • Modified Date : 2024-03-05 18:02:54

વિધાનસભામાં વર્ષ 2024-25નું બજેટ પસાર થતા માર્ચ માસમાં જ તમામ વહીવટી મંજૂરીઓ આપવાની પ્રક્રિયા હાથ ધરાતા રાજ્યમાં વિકાસના કામોને નવી ગતિ મળશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. પ્રવક્તા મંત્રી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ગત વર્ષ 2023-24નું બજેટનું કદ રૂ. 3.01 લાખ કરોડ હતું. જે વર્ષ 2024-25માં વધીને રૂ.3.32 લાખ કરોડ થયું છે. ગત વર્ષે તા.24 ફેબ્રુઆરી 2023ના રોજ જ્યારે આ વર્ષે તા.02 ફેબ્રુઆરી 2024ના રોજ નાણા મંત્રી કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કર્યું હતું. 

Download Our B K News Today App



Related News