ડીસામાં આવેલ જીઆઇડીસી વિસ્તારમાં વિસ્તારમાં ઝેરી સાપ નીકળતા રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-05 11:48:22
  • Views : 325
  • Modified Date : 2022-07-05 11:48:22

ડીસામાં આવેલ જીઆઇડીસી વિસ્તારમાં વિસ્તારમાં ઝેરી સાપ નીકળતા રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો

ડીસા શહેરમાં આવેલ જીઆઇડીસી વિસ્તારમાં એક દુકાન ની અંદર ઝેરી સાપ નીકળતા તાત્કાલિક વાઇલ્ડ લાઇફ એન્ડ નેચર કંઝર્વેશન દ્વારા સાપને  રેસ્ક્યુ કરી સુરક્ષિત છોડવામાં આવ્યો હતો.

 

ચોમાસાની ઋતુની શરૂઆત થવાની સાથે જ અનેક જેરી જીવજંતુઓ બહાર નીકળતા હોય છે જેના કારણે લોકોના મકાનો અને દુકાનોમાં ક્યારેક જીવજંતુઓ ફરતા નજરે પડતા હોય છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં સૌથી વધુ સાપ અનેક જગ્યાઓ પર જોવા મળતા લોકોમાં ભય જોવા મળતો હોય છે ત્યારે આજે ડીસાના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક દુકાનમાં લોકો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ઝેરી સાપ દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો જેથી સાપને જોતાની સાથે જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી..સાપ મોટો હોવાના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જે બાદ આ અંગેની જાણ વાઇલ્ડ લાઇફ એન્ડ નેચર કંઝર્વેશનના શ્રવણભાઈ પરમાર અને નરસિંહભાઈને કરવામાં આવી હતી જેથી તેઓ તાત્કાલિક જીઆઇડીસી વિસ્તારમાં દોડી આવ્યા હતા અને કલાકોની જેહમત બાદ સાપને રેસ્ક્યુ કરી ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદ આ ઝેરી સાપને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો.. સાપને રેસ્ક્યુ કરી ઝડપી પાડવામાં આવતા જીઆઇડીસી વિસ્તારના લોકો પણ રાહત અનુભવી હતી

Download Our B K News Today App



Related News