નવા વર્ષના પહેલા ત્રણ દિવસમાં અમેરિકામાં ૧૩૧ લોકોના મોત,313 ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-05 14:05:02
  • Views : 442
  • Modified Date : 2023-01-05 14:05:02

અમેરિકામાં ગન કલ્ચર ચિંતાજનક હદે વધી રહ્યું છે. ૨૦૨૩નાં નવા વર્ષની શરૂઆતને  હજુ તો માત્ર ત્રણ દિવસ થયા છે ત્યાં તો ૧૩૧ લોકો ગોળીનો શિકાર થઇ ચુક્યા છે અને ૩૧૩ લોકો ઘાયલ થયા છે. એક અમેરિકી બિનસરકારી સંગઠને બહાર પાડેલા આંકડા અનુસાર વર્ષની શરૂઆતના માત્ર ત્રણ દિવસમાં અમેરિકામાં ભૂલથી અથવા જાણીજોઈને બંદુકથી થયેલા ગોળીબારમાં ૧૩૧ લોકો મોતને ભેટ્યા છે તો ૩૧૩ લોકો ઘાયલ થયા છે. આમાં બે બાળકો અને ૧૧ કિશોર વયના લોકોનો સમાવેશ થાય છે. ૩૪ કિશોરો અને ત્રણ બાળકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત 2023ની શરૂઆતથી અત્યાર સુધીમાં સામૂહિક ગોળીબારની 6 ઘટનાઓ બની છે, જેમાં ચારથી વધુ લોકો ઘાયલ થયા છે.

 

Download Our B K News Today App



Related News