ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં વ્રતધારી યુવતીઓએ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી કેવડાત્રીજની ઉજવણી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-10 14:06:29
  • Views : 214
  • Modified Date : 2021-09-10 14:06:29

     ડીસા તાલુકાના આસેડા ગામમાં આવેલ નીલકંઠ મંદિરમાં આજે  કડવા ત્રીજ વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. લોકવાયકા અનુસાર આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીને મહાદેવની પતિ તરીકે પ્રાપ્તિ થઈ હતી. વર્ષમાં માત્ર આ એક જ દિવસે, એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે અને એટલે જ આ તિથિ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે.ભાદરવા સુદ ત્રીજનો દિવસ કેવડા ત્રીજ  તરીકે ઓળખાય છે. આ એ દિવસ છે કે જ્યારે સૌભાગ્યવંતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે અને ગૌરી શંકરની આરાધના કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરતી હોય છે. તો, ઘણીવાર કુંવારિકાઓ પણ મનગમતો માણીગર પ્રાપ્ત થાય તે માટે કેવડા ત્રીજનું વ્રત કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. કારણ કે, લોકવાયકા અનુસાર આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીને મહાદેવની પતિ તરીકે પ્રાપ્તિ થઈ હતી. જે અંતર્ગત આજે ડીસા તાલુકાના આસેડા ગામ માં આવેલ નીલકંઠ મહાદેવના મંદિરે પણ મહિલાઓ અને કુમારી કન્યાઓ દ્વારા કેવડાત્રીજ વ્રતની ઉજવણી કરવામાં આવી હતી ભગવાન શંકરના મંદિરમાં આવેલ પીપળાના ઝાડ નીચે ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના કરી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે ભોળાનાથની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News