ભાજપની આઠેય આંગળી ઘીમાં કોંગ્રેસને માત્ર અંગૂઠો મળ્યો, પાંચેય પક્ષપલટું ગત વખત કરતાં વધારે લીડથી જીત્યા, કોંગ્રેસ ફરી 2012ની સ્થિતિમાં પહોંચી ગઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-11 12:28:22
  • Views : 591
  • Modified Date : 2020-11-11 12:28:22

             કોંગ્રેસ ફરી હારી ગઈ. 2017માં જે 8 બેઠકો પર ચૂંટણી થઈ તે તમામ કોંગ્રેસ પાસે હતી. પરંતુ આ પેટા ચૂંટણીમાં આ બેઠક ભાજપની થઈ ગઈ. એટલું જ નહીં 2017ની ચૂંટણી કરતા પણ વધુ માર્જિંનથી આ બેઠકો જીતી લીધી છે. સમગ્ર ચૂંટણીમાં કોંગ્રેસે એક જ સૂત્ર ચલાવ્યું હતું કે ‘ગાંડો ચાલશે પણ ગદ્દાર નહીં’. પરંતુ જનતાએ ન તો કોંગ્રેસ છોડનારને ગદ્દાર માન્યા કે કોઈ ગાદાને. તેમના ચહેરાના બદલે પાર્ટીને પ્રાથમિકતા આપી. આ કારણે જ 2017ના જે 5 કોંગ્રેસી ધારાસભ્યને ભાજપે ટિકિટ આપી હતી તે તેઓ પહેલા કરતા પણ વધુ વોટથી ચૂંટણી જીતી ગયા છે. આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના 1.42 લાખ વોટ ઘટી ગયા તો ભાજપના 12,101 વોટ વધી ગયા.બીજી બાજુ ભાજપનું વોટ શેર પણ 6.79 ટકા વધ્યો તો કોંગ્રેસનો 14 ટકા ઘટ્યો. આ કારણે જ પરિણામથી ઉત્સાહિત મુખ્યમંત્રીએ તેને 2022ની ચૂંટણીનું ટ્રેલર ગણાવી દીધા. ચૂંટણી પહેલા પ્રદેશ અધ્યક્ષ બનેલા સી.આર. પાટિલ માટે આ પરિણામ સૌથી વધુ મહત્ત્વના છે. ચૂંટણી મેનેજમેન્ટમાં માહેર પાટિલ પાસે સંગઠનની સત્તા આવતા જ તેમણે પોતાના ભાથામાંથી તીર કાઢવાના શરૂ કર્યા હતા. કોંગ્રેસની તમામ 8 બેઠક છીંનવીને તેમણે બતાવી દીધું છે કે 2022માં મિશન 182નું તેમનું લક્ષ્ય એ હવાઈ કિલ્લા જેવું નથી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છાઓ પાઠવતા કહ્યું- ગુજરાતની પ્રજા અને ભાજપ વચ્ચેનો સંબંધ અતૂટ છે. ગુજરાતમાં આ સ્નેહ ફરી એકવાર જોવા મળ્યો છે, જ્યાં પેટાચૂંટણીની આઠેય બેઠક પર ભાજપે જીત હાંસલ કરી છે. સહકાર આપવા બદલ ગુજરાતની પ્રજાનો આભાર. વિજય રૂપાણીજીની સરકાર અને સ્થાનિક એકમોને પણ હું બિરદાવું છું.2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 117 અને કોંગ્રેસને 59 બેઠક મળી હતી. 2017માં કોંગ્રેસને 77 બેઠક મળી હતી પરંતુ ત્રણ વર્ષના ગાળામાં 2 વખત યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતા અને તેના પગલે યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થતાં હવે કોંગ્રેસની 65 બેઠક રહેવા પામી છે. આમ તે 2012ના સ્તરે પહોંચી ગઈ છે તેમ કહી શકાય.

Download Our B K News Today App



Related News