બનાસકાંઠા જિલ્લાની ભારત પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલ નડાબેટ ના રણમાં વરસાદે પાણી ભરાતા દરિયા જેવો માહોલ સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-26 12:56:27
  • Views : 329
  • Modified Date : 2022-07-26 12:56:27

બનાસકાંઠા જિલ્લાની ભારત પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલ નડાબેટ ના રણમાં વરસાદે પાણી ભરાતા દરિયા જેવો માહોલ સર્જાયો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. બનાસકાંઠા જિલ્લાની ભારત પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલ નડાબેટ ના રણમાં વરસાદે પાણી ભરાતા દરિયા જેવો માહોલ સર્જાયો છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના જીવાતો ની સમાન બનાસ નદીમાં નવા નિરાતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

 

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો

 

   હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા અનેક તાલુકાઓમાં મુશળધાર વરસાદ પડતા અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદને અડીને આવેલા થરાદ તાલુકામાં આઠ ઇંચ જેટલો વરસાદ થાબકતા ચારે બાજુ પાણી જ પાણી ભરાઈ જવા પામ્યું હતું વહેલી સવારથી જ ધોધમાર વરસાદથી અનેક રોડ પર વરસાદી પાણી નદીના જેમ વહેતા થયા હતા. તો આ તરફ ભારે વરસાદના કારણે નારણ દેવી મંદિરથી માર્કેટ યાર્ડ જવાના રસ્તા ઉપર ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હલાતીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદથી બસ સ્ટેન્ડ વર્કશોપ આગળ હવે પર ફોન લાઈનની કામગીરીમાં કરાયેલા ખાડામાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે થરાદ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં અને અનેક મકાનોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોએ ભારે હલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ગત વર્ષે પડેલા નહિવત વરસાદના કારણે થરાદના લોકો પાણી માટે ભારે તંગી નો સામનો કરી રહ્યા હતા પરંતુ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદના કારણે ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી પરંતુ ભારે વરસાદના કારણે થરાદમાં ચારે બાજુ પાણી જ પાણી ભરાતા ગ્રામીણ વિસ્તારના લોકોએ ભારે હાલાતીનો સામનો કરવો પડ્યો હતો.

 

નડાબેટમાં રણ ની જગ્યાએ સમુદ્રનો નજારો જોવા મળ્યો

 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આજે વહેલી સવારથી જ મુશળધાર વરસાદ શરૂ થયો છે જેના કારણે તમામ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ સુઈગામ અને ભાભરમાં ભારે વરસાદ પડતા ચારે બાજુ પાણી પાણી ભરાઈ જવા પામ્યો છે તો આ તરફ ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલ નડાબેટ ની બોર્ડર પણ સમુદ્રમાં ફેરવાયું છે પાકિસ્તાન સરહદે આવેલ નડાબેટ બોર્ડરનો રણ વિસ્તાર હાલ સમુદ્ર જેવો નજારો સર્જાયો છે આમ તો નડાબેટ બોર્ડર ચારે બાજુ રણથી ઘેરાયેલો છે પરંતુ આજે વરસાદી પાણી ચારે બાજુથી આવતા હાલ નડાબેટ બોર્ડર પર રણની જગ્યાએ દરિયા જેવો માહોલ સર્જાયો છે નડાબેટના રણના પટ્ટામાં વરસાદી પાણી ભરાતા સહેલાણીઓ પણ તેનો લાહવો લેવા ઉમટી પડ્યા હતા અને સહેલાણીઓએ નડાબેટ બોર્ડર ખાતે દરિયા જેવો અહેસાસ કર્યો હતો આમ તો પાણીના બુંદ બુંદ માટે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં લોકો ભટકતા હોય છે પરંતુ સરહદી વિસ્તારમાં આજે ભારે વરસાદી પાણી આવતા સરહદ વિસ્તારના લોકોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો હતો. આજે ચારે બાજુ વરસાદી પાણી ભરાતા દૂર દૂર સુધી દરિયા જેવો માહોલ સર્જાયો હતો આ દ્રશ્યોને જોવા માટે બનાસકાંઠા જિલ્લાના અનેક લોકો નડાબેટ ખાતે પહોંચ્યા હતા અને સહેલાનીઓએ મોડે સુધી આનંદ માણ્યો હતો.

 

 

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ

 

   બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં હાલ ધીમીધારે પાણીની આવક શરૂ થઈ છે ગત વર્ષે પડેલા નહિવત વરસાદના કારણે જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ તળિયા ઝાટક બન્યો હતો પરંતુ આજે વહેલી સવારથી જ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં નવા નીર આવવાની શરૂઆત થઈ છે દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થતા ની સાથે જ ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે હાલ દાંતીવાડા ડેમની કુલ સપાટી પ્રમાણે સાત ટકા જેટલું પાણી સ્ટોરેજ છે અને દાંતીવાડા ડેમની હાલની સપાટી 550 ફૂટ છે. ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસ નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે અને જેનું પાણી દાંતીવાડા ડેમમાં આવતા હાલ 1010 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે દાંતીવાડા ડેમમાં 17 કલાકે નદીના નીર ડેમમાં આવવાની શરૂઆત થઈ છે ત્યારે નવા નીર આવતાની  સાથે જ ખેડૂતો હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદ પડે અને ડેમમાં પાણીની આવક થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

 

ભારે વરસાદની આગાહીના પગલે 32 ગામોને એલર્ટ કરાયા

 

અરણીવાડા, બુકોલી, જમણાપાદર, ઉંબરી, કંબોઈ, ફતેગઢ, દુદાસણ, કસલપુરા, થળી, આંબલુણ, નાના જામપુર, ખારીયા, મોટા જામપુર, ટોટાણા, સોહનપુરા, સુદ્રસણ, માનપુર, બલોચપુરા, વડા, રૂપપુરા , આંગણવાડા, દેવપુરા, ભદ્રેવાડી, શિહોરી, મંગળપુરા, સિયા, વાલપુરા, ઓઢા, કસરા,ઋણી, નવા, રતનપુરા,ખેંગારપુરા ગામોને હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદના કારણે નદીનો પ્રવાહ વધી જતો હોય છે જેથી બનાસ નદીના કિનારે આવેલા કાંકરેજ તાલુકાના આ તમામ ગામોને હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.

 

Download Our B K News Today App



Related News