થરાદ શહેરમાં એકજ રાત્રે વિવિધ જગ્યાએ દશ જેટલી જગ્યાએ તસ્કરો તરખાટ મચાવી ફરાર પોલીસે તપાસ હાથ ધરી છે....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-04 12:01:23
  • Views : 252
  • Modified Date : 2022-08-04 12:01:23


થરાદ શહેરમાં એકજ રાત્રે અલગ અલગ જગ્યાએ તસ્કરો ઘુસી દુકાનો અને રહેણાંક મકાન સહિત મંદિરમાં પ્રવેશી નાની મોટી ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી..


થરાદ સાચોર હાઇવે એપીએમસીની બાજુમાં આવેલ અર્બુદા શોપિંગ સેન્ટરમાં રાત્રિના સમયે પાંચ દુકાનોની પાછળના ભાગેથી cctv કેમેરા માં ત્રણ ઈસમો  નજરે પડી રહ્યાં છે તે ઈસમો શટર તોડી cctv  કેમેરા ની તોડફોડ કરી તેમજ કેમેરા પણ ફેંકી દીધા હતા અમુક cctv કેમેરા ને મુવ પણ કરી પાંચ દુકાનોમાં અંદાજે રોકડ રકમ સહિત એક લાખ રૂપિયાનું નુકસાન કર્યું હોવાનું દુકાન માલિકોએ જણાવ્યું હતું


થરાદ પોલીસ મથકે દુકાનદારો એ મૌખિક રજુઆત કરતા થરાદ પોલીસ મથક ના pi જેબી ચૌધરી  પોલીસ ટીમ સાથે  ઘટના સ્થળે પહોંચી cctv ચેક કરી તપાસ હાથ ધરી છે ત્યારે શેણલ નગર સોસાયટીમાં આવેલ માતાજીના મંદિરે તરકરોએ પ્રવેશ કરી ભંડાર તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં નિષફળતા મળતાં નાસી છૂટ્યા હતા ત્યારે પથ્થર સડક વિસ્તારમાં આવેલ એકજ લાઈનમાં ચાર મકાનોમાં પ્રેવેશી ભર નિંદ્રામાં સુતેલા પરિવાર સભ્યોના પલંગ પરથી મોબાઈલો તેમજ પાંચ હજાર રોકડ સાથે લેડીઝ પર્સ ઉઠાવી નાસી છૂટ્યા હતા જેથી બનાવની પોલીસ મથકે જાણ કરવામાં આવતાં પીઆઇ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તાપસ હાથ ધરી તસ્કરો સામે  યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી


 થરાદ શહેરી વિસ્તાર દિવસેને દિવસે મોટો થતો જાય છે જેમાં તાલુકાના ગામો સહિત બોર્ડર વિસ્તાર હોવાથી અન્ય રાજ્યોની તપાસ કરવાની થતી હોવાથી પોલીસ માટે ઉધ હરામ થઈ જાય છે જેથી જિલ્લા પોલીસ વડાએ શહેરી વિસ્તાર માટે અલગ પોલીસ સ્ટેશન ફાળવવું જરૂરી છે જેથી પોલીસને પેટ્રોલિંગ કરાવવામાં સરળતા રહે તેવું શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોની પ્રજા ઇચ્છી રહી છે


Download Our B K News Today App



Related News