વૃદ્ધ મહિલા ઉપર પેશાબ કરવાના કેસમાં સરકારે એર ઇન્ડિયાને રૂ. 30 લાખનો દંડ ફટકાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-21 16:35:16
  • Views : 497
  • Modified Date : 2023-01-21 16:35:16

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 72 વર્ષની વૃદ્ધ મહિલા પેશાબ કરવાના કેસમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને મોટી કાર્યવાહી કરી છે. ડીજીસીએએ એર ઈન્ડિયા પર રૂપિયા 30 લાખનો દંડ ફટકાર્યો છે. આ સાથે પાયલટનું લાઈસન્સ પણ ત્રણ મહિના માટે રદ્દ કરી દીધુ છે. આ ઉપરાંત એર ઈન્ડિયાના ડાયરેક્ટર ઈન ફ્લાઈટ સર્વિસને પણ ત્રણ લાખનો દંડ કર્યો છે.

આ ઘટના 26 નવેમ્બરના રોજની છે. તે સમયે એર ઈન્ડિયાનું વિમાન ન્યૂયોર્કથી દિલ્હી જઈ રહ્યું હતું. ફ્લાઈટમાં ન્યૂયોર્કથી દિલ્હી માટે યાત્રા કરી રહેલા શંકર મિશ્રાએ નશાની હાલતમાં બિઝનેસ ક્લાસમાં બેઠેલી 72 વર્ષિય મહિલા પર પેશાબ કર્યો હતો.

મહિલાએ આ અંગે ફ્લાઈંગ સ્ટાફ સમક્ષ ફરિયાદ કરી હતી. પણ યાત્રી શંકર મિશ્રાને અટકાવવામાં આવ્યો ન હતો અને ત્યાંથી મુક્તપણે જવા દેવામાં આવ્યો હતો. ત્યારબાદ મહિલાએ એર ઈન્ડિયાની માલિકીની કંપની ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન સમક્ષ ફરિયાદ કરી હતી. ત્યારબાદ આરોપી યાત્રી પર ચાર મહિના સુધી પ્રતિબંધ મુક્યો હતો.

આ સાથે ડીજીસીએએ એર ઈન્ડિયાને એવો વેધક પ્રશ્ન પણ કર્યો છે કે તમારી સામે અમે શા માટે કોઈ પગલા ના ભરી તે અંગે પણ સ્પષ્ટતા આપો. કારણ કે તમે તમારી જવાબદારી યોગ્ય રીતે નિભાવી નથી. જોકે ન્યાયિક પ્રક્રિયાને જોતા જવાબ આપવા માટે તમને બે સપ્તાહનો સમય આપવામાં આવે છે. તેના આધારે કાર્યવાહી થશે.

મહિલા યાત્રીએ તેની ફરિયાદમાં લખ્યુ હતું કે મે ફ્લાઈટ એઆઇ 102માં મારી બિઝનેસ ક્લાસ યાત્રા સમયે સર્જાયેલી ભયાનક ઘટના અંગે નિરાશા વ્યક્ત કરી લખી રહી છું. આ મારી અત્યાર સુધીની સૌથી દર્દનાક ઉડાન રહી છે.

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા સાથે થયેલી ગેરવર્તણૂંક કેસમાં આરોપી શંકર મિશ્રા પર હવે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જેમાં શંકર મિશ્રા પર 4 મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે. ગત 26 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી હતી. આ દરમિયાન ફ્લાઈટના બિજનેસ ક્લાસમાં સફર કરી રહેલા શંકર મિશ્રા નામના મુસાફરે નશામાં ધૂત થઈને પોતાની પાસે બેઠેલી 70 વર્ષની મહિલા મુસાફર પર પેશાબ કર્યો હતો. આ બાબતે પોલીસે આરોપી વિરુદ્ધ IPCની કલમ 354, 294, 509, 510 અંતર્ગત કેસ દાખલ કર્યો હતો.

આ ઘટનાના 42 દિવસ બાદ 7 જાન્યુઆરીએ બેંગલુરૂથી આરોપી શંકર મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી. મૂળ મુંબઈમાં રહેતો શંકર મિશ્રા આ પેશાબ કાંડ બાદ ફરાર થઈ ગયો હતો. જેથી તેના વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. જો કે પોલીસે આરોપીના મોબાઈલ લોકેશનના આધારે તેમની ધરપકડ કરી હતી

Download Our B K News Today App



Related News