મધ્યપ્રદેશનાં દેવાસ ગામમાં આદિવાસી સમાજના પાંચ લોકોની હત્યા મામલે આદિવાસી સમાજના લોકો દ્વારા થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-09 11:51:59
  • Views : 348
  • Modified Date : 2021-07-09 11:51:59

     મધ્યપ્રદેશનાં નેમાવાર જિલ્લાના દેવાસ ગામમાં બનેલી ઘટનાના ઘેરા-પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડી રહ્યા છે..દેવાસ ગામમા આદિવાસી સમાજના પાંચ લોકોની હત્યા કરવામાં આવી હતી.. પાંચ લોકોની નિર્મમ હત્યા કરાતા સમગ્ર આદિવાસી સમાજમાં રોષની લાગણી પ્રસરી છે અને સમગ્ર આદિવાસી સમાજ સરકાર પાસે ન્યાયની માંગણી કરી રહ્યો છે ત્યારે આજે થરાદમાં આદિવાસી સમાજના યુવાશક્તિ ગ્રુપ દ્વારા થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મધ્યપ્રદેશના નેમાવાર જિલ્લાના દેવાસ ગામમાં બનેલી ઘટનામાં સંડોવાયેલા હત્યારાઓ જલ્દીથી જલ્દી ઝડપી પાડી તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમજ તેમનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લાવવાની માંગ સાથે આજે થરાદમાં વસતા આદિવાસી સમાજના લોકો દ્વારા થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

 

Download Our B K News Today App



Related News