મોટેરામાં T20 મેચમાં ભીડ ભેગી થવા મામલે PIને ફોન પર આત્મવિલોપન અને CMને લાફો મારવાની વાત કરનાર પંકજ પટેલ સામે ગુનો દાખલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-14 12:41:01
  • Views : 192
  • Modified Date : 2021-03-14 12:41:01

    મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી T20 મેચ જો રમાશે તો આત્મવિલોપન કરવાની ધમકી આપનાર ગાંધીનગરના પંકજ પટેલ સામે ચાંદખેડાના પીઆઇ કે.વી.પટેલે ફરિયાદ નોંધાવી છે. પંકજ પટેલે પીઆઇને ફોન કરી ધમકી આપી હતી કે, મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમ્યાન હજારો લોકો ભેગા થશે જેથી કોરોનાં નહિ ફેલાય? અને વાતચીત દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીને લાફો મારવાની વાત કરી હતી. આ વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયું હતું. જેથી પીઆઇ પટેલે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    12 માર્ચથી મોટેરામાં નરેન્દ્ર મોદી ખાતે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી T20 મેચ સીરીઝની શરૂઆત થઈ છે, જેમાં પહેલી મેચના એક દિવસ પહેલા ચાંદખેડાના પીઆઇ કે.વી પટેલના મોબાઇલ પર ગાંધીનગરના રહેવાસી પંકજ પટેલનો ફોન આવ્યો હતો. ફોનમાં પંકજ પટેલે પીઆઇને કહ્યું હતું કે, આવતી કાલે હું લેખિતમાં આપીશ, પણ આ મેચમાં આ મેદની ભેગી થવી જોઈએ નહીં. નહિ તો તમારી હદના પોલિસ સ્ટેશનમાં કેસ કરી એના પર હાઈકોર્ટમાં જઈશુ અથવા આત્મવિલોપન કરીશુ બોલો શુ કેવું છે તમારે? સરકાર ગમે તેમ બનાવે એ તો ના ચાલે ને સાહેબ. કરોડોનો દંડ લોકો પાસે વસુલવાનો અને લોકોને જ બનાવવા ના? તમારે ને સરકારે ભેગા થઈ. તમને પોતાને ખબર ના પડે આટલી જન મેદની ભેગી ના થવી જોઈએ.

    પંકજ પટેલે ખરાબ ભાષામાં પણ પીઆઇ જોડે વાત કરી હતી. પીઆઈએ શાંતિથી વાતચીત કરી હતી. પરંતુ પંકજ પટેલ ઉશ્કેરાઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંકજ પટેલે ફેંટ મારી દેવાની વાત કરી હતી. સરકાર વિશે પણ અપશબ્દો બોલી અને જો મેચ રમાશે તો આંદોલન કરવા તેમજ આત્મવિલોપનની ધમકી આપી હતી. સમગ્ર વાતચીતનું રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યું હતું. પીઆઇ પટેલે આ મામલે ગાંધીનગર કંટ્રોલમાં ફોન કરી તકેદારી પગલાં અંગે જાણ કરી હતી. મેચ ન રમાવવા માટે શાંતિ સુલેહનો ભંગ અને ધમકી આપતા પીઆઇ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


Download Our B K News Today App



Related News