સરહદી બનાસકાંઠા વિસ્તારમાં જીરુંના પાકમાં બગાડ અને રોગ આવતા કંટાળેલા ખેડૂતે જીરુંના પાકની કરી હોળી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-07 17:45:25
  • Views : 437
  • Modified Date : 2021-03-07 17:45:25

    બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો જીરુંના પાકની હોળી કરવા માટે મજબૂર બન્યા છે ગત વર્ષે લોકડાઉનથી ખેડૂતોને મોટું નુકસાન થયું હતું અને આવકના સ્ત્રોતમાં પણ ઘટાડો થયો હતો ત્યારે આ વર્ષે પણ જીરૂના પાકમાં બગાડ આવતા થરાદના ખેડુતોએ પાકમાં આગ લગાડી હતી.. ખેડૂતોની આખા વર્ષની સંપૂર્ણ આવક ખેતી પર નિર્ભર હોય છે પરંતુ મોંઘાદાટ બિયારણ લાવી કરેલી ખેતીમાં જીરૂના પાકમાં રોગ આવતા આખરે કંટાળેલા ખેડૂતોએ પાકની કાપણી કરી પાકની હોળી કરી હતી..પોતાના જ ખેતરમાં પાકને આગ લગાવતા ખેડૂત ગળગળો બની ગયો હતો..ખેડૂતો પોતાની આજીવિકા માટે તેમજ પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે તે માટે ખેતી કરતા હોય છે પરંતુ આ વર્ષે જીરુંના પાકમાં ભાવ સારો ન મળતાં તેમજ પાકમાં બગાડ અને રોગ આવતા કંટાળેલા ખેડૂતોએ પોતાના જ ખેતરમાં જીરુંના પાકની હોળી કરી હતી

Download Our B K News Today App



Related News