બનાસકાંઠા ના સરહદી વિસ્તાર માં પાણી નો કકળાટ યથાવત લોદ્રાણી ગામે પાણી નો કકળાટ વચ્ચે બેડા યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે ..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-17 11:10:53
  • Views : 204
  • Modified Date : 2022-04-17 11:10:53


બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણીનો કકળાટ યથાવત : લોદ્રાણી ગામે પાણી માટે વલખા મારતા સ્થાનિકો

 

બનાસકાંઠા જિલ્લા માં દરેક તાલુકા માં સિંચાઈ ની સાથે પીવાના પાણી ની સમસ્યા યથાવત છે સરહદી વાવ ના લોદ્રાની ગામે પીવાનું પાણી છેલ્લા 15 દિવસ થી મળતું નથી ગામ માં પીવાનું પાણી ટેન્કર દ્રારા લાવવામાં આવી રહ્યું છે મહિલાઓ પાણી ભરવામાં પડપડા કરતી હોય છે દરરોજ મહિલાઓ વચ્ચે બેડા યુદ્ધ થાય છે વારંવાર રજુઆત છતાં પણ પાણી ની કઈ સગવડ ન થતા સ્થાનિકો તંત્ર ની કામગીરી પર સવાલ ઉઠાવે છે ધર ધર નળ ની યોજના નો વાવ તાલુકા ના અનેક ગામ માં ફિયાસકો જોવા મળી રહયો છે પીવાનું પાણી ન મળે તો પશુઓ માટે પાણી ક્યાંથી લાવવું એ એક સવાલ બન્યો છે ગામ ની મહિલાઓ 5 km દૂર જઈ પીવાનું પાણી લાવવા મજબુર બની છે પશુઓ ને પાણી પાવવા માટે 3 km ખેતરો સુધી જવું પડે છે આવી પરિસ્થિતિ અનેક ગામડા માં જોવા મળી રહી છે કરોડો ની યીજના માત્ર ને માત્ર કાગળ પર હોવાની પ્રતીતિ થઈ રહી છે ..

Download Our B K News Today App



Related News