બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કોરોના મહામારી અને વાવાઝોડાની આફતો વચ્ચે કેનાલ ઓવરફ્લો થતાં ખેતરમાં ઉભા પાકને મોટું નુકસાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-18 11:16:47
  • Views : 399
  • Modified Date : 2021-05-18 11:16:47

    બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલ ઢીમા પાસેની ભાપી માઇનર કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો,  આજે વહેલી સવારે કેનાલ ઓવરફ્લો થતા તેનુ પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું હતું. કેનાલની બાજુમાં આવેલ 6 એકર જમીનમાં તૈયાર થયેલ ઉભા બાજરીના પાકમાં પાણી ફરી વળતા ખેતર માલિકને મોટુ નુકસાન થયું હતું, નર્મદા વિભાગ ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વારંવાર આ વિસ્તારમાં કેનાલો તૂટવાની અને ઓવરફ્લો થવાની ઘટનાઓ બને છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે.  ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા કોઇ કાર્યવાહી ન થતાં આજે પણ આ વિસ્તારમાં જ્યારે જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે ત્યારે કેનાલો તૂટે છે અથવા ઓવરફ્લો થાય છે જેથી ખેડૂતોએ દિવસ રાત કાળી મજૂરી તૈયાર તૈયાર થયેલો ઉભો પાક પાણીમાં ગરકાવ થતા નુકશાન વેઠવું પડે છે.

Download Our B K News Today App



Related News