બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી વાતાવરણ માં પલ્ટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-02 13:07:20
  • Views : 286
  • Modified Date : 2022-02-02 13:07:20

 

     બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આજે વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા હતા ચારે બાજુ ધુમ્મસ ભર્યુ વાતાવરણ થઇ જતાં ખેડૂતોને ફરી એકવાર પોતાના પાકને લઈ ચિંતા જોવા મળી હતી ખાસ કરીને ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં રાયડો અને બટાટાનું વાવેતર થયું છે ત્યારે આજે વહેલી સવારે બદલાયેલા વાતાવરણથી બટાટા અને રાયડાના પાકમાં ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આજે બદલાયેલા વાતાવરણની સૌથી વધુ અસર બનાસકાંઠા જિલ્લાના દિયોદર,લાખણી, ધાનેરા તાલુકામાં જોવા મળી હતી .જિલ્લામાં અનેક તાલુકામાં વહેલી સવારે ચારે બાજુ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું જેના કારણે વાહન ચાલકોને પણ રસ્તાઓ પરથી પસાર થવું ભારે મુશ્કેલી વેઠવી પડી હતી દિવસે પણ વાહન ચાલકોએ ધુમ્મસભર્યા વાતાવરણના કારણે લાઈટો ચાલુ રાખી રસ્તા પરથી પસાર થવું પડ્યું હતું

 

- ખેડૂતોને મોટું નુકસાન

 

         બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોને એક બાદ એક મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે જેનું મુખ્ય કારણ છે વારંવાર બદલાતા વાતાવરણ. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં એકવાર વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પોતાના પાકમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ સારી આવકની આશા એરંડા,જીરું રાયડો, બટાટા જેવા પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું પરંતુ વારંવાર બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પોતાના પાકમાં ચાલુ વર્ષે પણ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આજે વહેલી સવારે પણ અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે ફરી એકવાર ખેડૂતોને પોતાના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં વારંવાર બદલાતા વાતાવરણથી ખેડૂતો ને સૌથી વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

 

- વાહનચાલકો અટવાયા

 

       બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો તેના કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના દિયોદર, લાખણી, ધાનેરા તાલુકામાં આજે વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસ સર્જાયું હતું જેના કારણે રસ્તાઓ પર ચારે બાજુ ધુમ્મસ જોવા મળ્યું હતું. સવારથી ધુમ્મસના કારણે રસ્તાઓ પરથી પસાર થતા વાહનચાલકોને કઈ દેખાતા ભારે હાલાકી ભોગવવી પડી હતી દિવસે પણ રસ્તા ઉપર ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે વાહનચાલકોને લાઈટો ચાલુ રાખી રસ્તાઓ પરથી પસાર થવું પડ્યું હતું મોડે સુધી રહેલા ધુમ્મસના કારણે તમામ રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા ત્યારે ચોક્કસ કહી શકાય કે આજે બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલા વાતાવરણમાં પલટાના કારણે વાહનચાલકો અને ખેડૂતોને મોટી મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.

Download Our B K News Today App



Related News