સરહદી વિસ્તાર આસોદર ગામે પ્રેમલગ્ન કરનાર યુવતીને સાસરીમાંથી તેના પિયારીયાઓ છરીની અણીએ અપહરણ કરતાં ચકચાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-19 12:27:56
  • Views : 430
  • Modified Date : 2021-06-19 12:27:56

     થરાદ તાલુકાના આસોદર ગામે રહેતા ડામરાભાઈ ચૌધરી એ તેમના સમાજની હેતલ ચૌધરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જોકે આ લગ્ન હેતલ ચૌધરી ના પિયારીયાઓને મંજૂર ના હોઇ અવારનવાર ડામરાભાઈ ને તેમની દીકરી ને ઉપાડી જવાની ધમકી આપતા હતા તે દરમિયાન ગઈકાલે ડામરાભાઈ ના સસરિયાઓ બે ગાડી ભરીને અચાનક તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તેમના પરિવારજનો કાંઈ પણ સમજે તે પહેલા જ તલવાર, ધારિયા અને છરી જેવા તિક્ષ્ણ હથિયારો સાથે ગાડી માથી ઉતરેલા લોકો ઘરમાં ઘૂસી ગઈ હેતલબેન ને ઉપાડી ગયા હતા , હેતલ બંને ઉપાડી ગયા હોવાની આ સમગ્ર ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી બનાવને પગલે ડામરાભાઈ તાત્કાલિક પોલીસ મથકે દોડયાં હતા , અને હેતલબેન નો અપહરણ કરનાર અમરા દેવશીભાઈ ચૌધરી, અમરા નાગજીભાઈ ચૌધરી અને જયંતીભાઈ ચૌધરી અને મજા ચાર શખ્સો સહિત કુલ સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદના આધારે પોલીસે હેતલબેન સહિત તમને ઉઠાવી જનારા લોકોની શોધખોળ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News