બનાસકાંઠામાં ભાજપ સાશીત ડીસા નગરપાલિકામાં ભાજપના જ કોર્પોરેટરો અને વિવિધ સમિતિઓના ચેરમેનોએ ચીફ ઓફિસર તેઓને મળતા ન હોવાનો અને નગરમાં અંધેર વહીવટ ચાલતો હોવાનો આક્ષેપ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-17 13:26:56
  • Views : 357
  • Modified Date : 2021-11-17 13:26:56

ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર છેલ્લા ઘણા સમયથી અનિયમિત રીતે પોતાની ફરજ બજાવે છે. મોટેભાગે પાલિકામાં ચીફ ઓફિસર હાજર હોતા નથી. જેથી છેલ્લા કેટલાય સમયથી ખુદ ભાજપના કોર્પોરેટર તેમજ વિવિધ સમિતીના ચેરમેનો તેઓને ચીફ ઓફિસર મળતા નથી અને તેઓની રજૂઆતો,વોર્ડના કામો પણ થતા નથી તેવો આક્ષેપ ભાજપના કોર્પોરેટર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આજે ડીસા નગરપાલિકા  કચેરીમાં ભાજપના કોર્પોરેટરો તેમજ વિવિધ સમિતિઓના ચેરમેનો  ચીફ ઓફિસર હાજર હોવાથી બહાર  કમ્પાઉન્ડમાં બેસી પોતાનો બળાપો કાઢ્યો હતો.નગર પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઇ મોઢે જણાવ્યું હતું કે, પાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી છેલ્લા કેટલાય સમયથી અનિયમિત છે.તેઓ વિવિધ બહાનાં હેઠળ પાલિકામાં આવતા નથી.જેથી પ્રજાના કોઈપણ કામો થતાં નથી તેઓ પાલિકાના સભ્યો ને પણ મળતા નથી . આજે ભાજપના અનેક કોર્પોરેટરો નગરપાલિકામાં શહેરમાં ઈંડાની અને માસ મટન ની લારીઓ અંગેની રજૂઆત કરવા એકત્ર થયા હતા પરંતુ ચીફ ઓફિસર હાજર હોવાથી મુદ્દે કોઇ રજુઆત થઇ શકી હતી .ચીફ ઓફિસર છેલ્લા ઘણા સમયથી અનિયમિત છે.તેઓ કોઈ દિવસ નગરમાં ક્યાય આંટો મારવા જતા નથી. છેલ્લા ઘણા સમયથી પાલિકાના વિવિધ  વિસ્તારો,સોસાયટીઓ,શેરીઓ ,બજારોમાં સફાઈ કામ  થતું નથી કે કચરો લેવાના વાહનો પણ આવતા હોઈ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે પરંતુ ચીફ ઓફિસર નગરમાં શું ચાલી રહ્યું છે તે જાણવાની પણ તસ્દી લેતા નથી. ઉપરાંત ભાજપના અન્ય સભ્યોએ પણ છેલ્લા ઘણા દિવસથી  ચીફ ઓફિસર મળતા હોવાનું તેમજ માત્ર  ફોન ઉપર મળતા હોવાનું જણાવ્યું હતું .જ્યારે તેઓએ કરેલી રજૂઆતો નું કોઈપણ પ્રકારનું નિરાકરણ આવતું હોવાનું પણ તેઓ આક્ષેપ કર્યો હતો. ડીસા નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનું શાસન હોવા છતાં જો ભાજપના સભ્યો ને ચીફ ઓફિસર મળતા હોય અને તેઓના કામો થતા હોય તો સામાન્ય નાગરિકોને પોતાના કામો માટે કેવી અગવડતા પડતી હશે તેવો વેધક સવાલ પણ ખુદ ભાજપના સભ્યોએ કરતા પાલિકા વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કોર્પોરેટરોએ અંગે પોતે પાર્ટીમાં તેમજ સરકારમાં પણ રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું.

 

Download Our B K News Today App



Related News