વિધાનસભામાં નીતિન પટેલ બોલ્યા એવું કે કોંગ્રેસના ધારાસભ્યો ભડક્યાં, હોબાળો થતાં સાર્જન્ટ બોલાવવી પડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-31 12:45:27
  • Views : 314
  • Modified Date : 2022-03-31 12:45:27



સરદાર સરોવર ડેમના બાંધકામ મુદ્દે હોબાળો

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્યોના સૂત્રોચ્ચાર

થોડીવાર ગૃહની કાર્યવાહી અટકાવવી પડી

વિધાનસભામાં સરદાર સરોવર ડેમના બાંધકામ મુદ્દે હોબાળો

 

ગુજરાત વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે ગૃહમાં સરદાર સરોવર ડેમના બાંધકામને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન લઇને ભારે હોબાળો મચ્યો હતો. નીતિન પટેલે ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, સરદાર સરોવર ડેમ સરદાર પટેલની કલ્પના હતી. જવાહર લાલ નહેરૂ ગુજરાત વિરોધમાં રહ્યાં છે. તેમને ખોટી ક્રેડિટ આપવાનો પ્રયાસ ના કરશો. કલ્પસર યોજનાના પેટા પ્રશ્ન સમયે હોબાળો થયો હતો.

 

સી.જે.ચાવડાએ કહ્યું સરદાર પટેલ કોંગ્રેસના અધ્યક્ષ હતા

જેના જવાબમાં સી. જે. ચાવડાએ કહ્યું સરદાર પટેલ પણ 25 વર્ષ કોંગ્રેસના પ્રમુખ હતા. અમે સરદાર અને નહેરુ બધાને શ્રેય આપીશું. આ મુદ્દે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. વેલમાં કોંગ્રેસ ના ધારાસભ્યો ઘસી આવ્યા હતા. ગૃહમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ઝપાઝપી થાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. જેને લઈને વિધાનસભાની કાર્યવાહી 15 મિનિટ માટે ગૃહ સ્થિગીત કરાયુ હતું.

ગૃહમાં સાર્જન્ટને બોલાવવાની ફરજ પડી

ઉલ્લેખનીય છે કે,  વિપક્ષના હોબાળાના હોબાળો એટલો બધો વધી ગયો હતો કે, તેને કાબૂ કરવા માટે પગલે સાર્જન્ટને બોલાવવા પડ્યા હતા. બીજી તરફ કોંગ્રેસના નેતાઓ જણાવ્યું હતું કે, નીતિન પટેલ તેમના આપેલા નિવેદન માટે માફી માગે તેવી માંગ કરી હતી.

 

 

 

Download Our B K News Today App



Related News