સાબરકાંઠાના ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં ભક્તો નું ઘોડાપૂર : જયઅંબે ના નાદ સાથે લોકો દર્શનાર્થે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-10 17:17:10
  • Views : 359
  • Modified Date : 2022-09-10 17:20:48

મહિસા સુરના અંત માટે પ્રગટ થયેલા માં અંબાજી આ ધામ છે આ ખેડબ્રમ્હા.અને વર્ષોથી મા અંબા ભક્તોની તમામ પ્રકારની મનોકામના પુર્ણ કરે છે.જો દંતકથાઓનુ માનીએ તો પુરાણકાળોમાં અહી બ્રહ્માં,વિષ્ણુ અને મહેશે જ આષુરોની નાશ માટે માં અંબાને પ્રાગટ્ય કર્યા હતાં અને એટલે જ અહી માં અંબાનો વાસ માનવામાં આવે છે અને એટલે જ ભક્તો અહી નાના અંબાજી નુ સ્થાન એટલે ખેડબ્રહ્માં અહી ખેડબ્રહ્માં થી જ ગબ્બર માં મા અંબા વસ્યા હોવાનુ પણ કહેવાય છે.માંના ધામમાં દર પુનમે મેળો ભરાય છે તો ભાદરવી પુનમ અને ચૈત્રી પુનમે પણ મહા મેળો યોજાય છે અને જેમાં ભક્તો શ્રધ્ધાભેર ઉમટે છે.દર પૂનમે કમળની સવારી ઉપર મહાલક્ષ્મી સ્વરૂપે દર્શન થાય છે.ખાસ કરીને ભક્તોને અહિ તમામ પ્રકારની સવારીના દર્શનનો લાભ પણ થાય છે તો સવાર સાંજ ભક્તો અહિ આરતીમાં આવીને પણ મનની મુરાદ પુર્ણ કરે છે.હાલમાં ભાદરવી પુનમ ચાલી રહી છે ત્યારે એકમ થી અત્યાર સુધી ૧૦ લાખથી વધુ ભક્તો અને ૫૦૦ થી વધુ ભક્તો સંધ લઈને અહિ આવ્યા હતા.માં અંબાના સાનિધ્યમાં દર્શનનો લાભ લેઓ એક અમુલ્ય મોકો છે જેને લઈ ભક્તો મોટી સંખ્યામાં પગપાડા દર્શનાર્થે ઉમટી પડે છે કોઈ ચાલતા, કોઈ આરોટટા તો કોઈ સંગ સાથે.મોટા અંબાજી જેટલુ જ મહત્વ આ મંદિરનુ છે એટલે જ ભક્તો પહેલા આ મંદિરના દર્શન કરીને જે મોટા અંબાજી જઈને દર્શન કરે છે જો આ માં અંબાના દર્શન ન કરે તો યાત્રા પુર્ણ ન કહેવાય.ભક્તો શક્તી પીઠ અંબાજી ખાતે માં અંબાના દર્શને પદયાત્રે ભાદરવી પુનમે નિકળી પડતાં હોય છે પણ ઘણાંખરા પદયાત્રી સંઘ અહી દર્શન કરવા માટે જરૂર થી પહોંચતાં હોય છે માં અંબાના શિખર પર ધજા પણ જરૂર થી ચઢાવતાં હોય છે એટલે કે ભક્તો અહી માં અંબાના દરબારમાં હાજરી ભરીને જ આગળ મોટા અંબાજી પહોંચતાં હોય છે.અહિ ધજાઓ ચઢાવવા ની માનતા હોય છે અને ભક્તો મોટી સંખ્યામાં ધજાઓ ચડાવે છે તો અહિ માતાજી તમામ મનોકામના પુર્ણ કરવામાં આવે છે જેથી અહિ ભક્તો મોટી સંખ્યામાં ધજાઓ ચડાવે છે અને માન્યતા પુર્ણ કરે છે.

Download Our B K News Today App



Related News