કાંકરેજના અધગામમાં સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી મોતીસરીયા હનુમાનજી મંદિરે મળેદાનુ નૈવિધ અર્પણ કરાયુ હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-11 12:55:06
  • Views : 203
  • Modified Date : 2022-03-11 12:55:06

કાંકરેજના અધગામમાં સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી મોતીસરીયા હનુમાનજી મંદિરે મળેદાનુ નૈવિધ અર્પણ કરાયુ હતું.

 

કાંકરેજ તાલુકાના અધગામ ખાતે દરવર્ષની જેમ ચાલુ વર્ષે ફાગણ સુદ સાતમના દિવસે મોતીસરીયા હનુમાનદાદાના મંદિરે સમગ્ર ગામલોકો દ્વારા મળીદાનો ભવ્ય કાર્યક્ર્મ રાખવામાં આવ્યો હતો..શ્રી મોતીસરીયા હનુમાનદાદાનો મહિમાં ચોમેર ફેલાયેલ છે.જે કળીયુગમાં શ્રધ્ધા રાખનારને ઇચ્છીત ફળની પ્રાપ્તિ કરાવનાર હોવાથી સૌની આસ્થાનુ કેન્દ્ર છે. મંદિરનુ બાંધકામ અને પ્રાણપ્રતિષ્ઠા ૧૯૮૪માં ગામલોકોએ ઉત્સાહ અને ધામધુમથી કરેલ છે.આજથી લગભગ ૫૦૦ વર્ષ પહેલાં અધગામ મોતિસરિયા હનુમાનજી ના મંદિરની આજુબાજુ વસવાટ કરતુ ગામ હતુ.પરંતુ કોઈ કારણવશ હાલની જગ્યા ઉપર અધગામના લોકોએ વસવાટ કરેલ હોવાનુ જાણવા મળેલ છે અને હનુમાનજીની પ્રતિમાને પણ સ્થળાંતર કરાવવા ગામ લોકોએ પ્રયત્નો કરેલા પણ મુર્તિ ત્યાંથી સહેજ પણ ના ખસતાં લોકોએ  મુર્તિને ત્યાંજ રહેવા દીધી હતી.. અને વૃક્ષોના ઝુંડ વચ્ચે હનુમાનજીની પુજા લોકો કરતાં રહ્યા..આજે પણ આ વિસ્તારમાં લોકો વસવાટ કરતાં હોવાના પુરાવારૂપે જુની ઈંટો,પત્થર વગેરે ખોદકામ કરતાં મળી આવે છે.જે પાછળથી મંદિરનુ નિર્માણ કરી પ્રતિષ્ઠા કરેલી. જ્યાં તાજેતરમાં મોતીસરીયા નગર બનાવી લોકોએ વસવાટ કરેલ છે.અને બાજુમાં મોતીસર પ્રાથમિક શાળા પણ બનાવેલી છે.અહીંથી પસાર થતી સગર્ભા બહેનોએ તેમના બાળકના વડા કરવા પડે છે.તેમજ ગાય કે ભેસના પાડા-પાડી કે વાછરડા- વાછરડીના ગોરસા સ્વરૂપે દહી ચડાવવુ પડે છે. તેમજ આ વિસ્તારના ખેડુતો દર વર્ષે પોતાના ખેતરનો પાક હેમખેમ ઘેર પહોચાડયા પછી વડાં કરવાં પડે છે.પરંતુ આ ફાગણ સુદ સાતમનો તહેવાર ગામ લોકો સહિયારો ઉજવે છે.જેમાં ઘઉંના લોટને ધીમાં શેકવામાં આવે છે.ત્યારબાદ તેમાં ગોળ ઉમેરી છુટુ ચુરમુ બનાવે છે.જેને મલીદો કે લોક બોલીમાં મળેદો કહે છે.જે ખુબજ સ્વાદિષ્ટ હોય છે.લોકો આ પ્રસાદ લેવાનુ ચુકતાં નથી.આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે..જે પરંપરા ક્યારથી ચાલુ છે એ બાબત હાલમાં કોઇ જાણતુ નથી. પરંતુ અત્રે એક વાત ચોકકસ છે કે શ્રી મોતીસરીયા હનુમાનજી સૌની આસ્થાનુ અને લોકોની મહેચ્છાઓ પુર્ણ કરનાર કેન્દ્ર છે. અહીં મંદીરના પુજારી અમરતભાઈ જોષી અવિરત સેવા આપી રહ્યા છે.આ ઉપરાંત પણ વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે રાત્રે નાનકડાં રથને કાચાં સુતરને તાંતણે હંકારી ત્યાં જઇ નૈવિધ કરવામાં આવે છે.જે ઘટના પણ ચમત્કારથી ઓછી નથી.આમ મોતીસરીયા હનુમાનજી અધગામ નગરે બિરાજી સૌની મનોકામના પુરી કરનાર દેવતાં છે.આ કાર્યક્રમમાં ગામ લોકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા જેમાં હનુમાન દાદાના દર્શન કરીને મળેદાનો પ્રસાદ લઈ ધન્યતાં અનુભવી હતી...

 

નટવર.કે.પ્રજાપતિ , થરા

મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Download Our B K News Today App



Related News