થરાદમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-09 12:46:07
  • Views : 469
  • Modified Date : 2021-09-09 12:46:07

     બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પણ સ્પા જેવી પ્રવૃતિઓ ફૂલી ફાલી છે.જોકે, સ્પાની આડમાં ઠેર ઠેર હવે દેહવેપારની  પ્રવૃત્તિઓ ચાલી રહી છે ત્યારે પ્રવૃત્તિઓ પર લગામ મૂકવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે દરમિયાન આજે આવા એક સ્પા પર પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં રંગેહાથ કૂટણખાનું ઝડપાઈ ગયું હતું. 

     બનાવની વિગતો એવી છે કે થરાદના બોમ્બે માર્કેટમાં આવેલા -વન સ્પામાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી. જેમાં એએસપી પૂજા યાદની આગેવાનીમાં આજે પોલીસે ડમી ગ્રાહક મોકલ્યા હતા. દરમિયાન અહીંયા આંતરાજ્યાની છોકરીઓ બોલાવી અને તેમને પૈસાનું પ્રલોભવન આપી અને દેહવિક્રયની પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હતી. પોલીસે દરોડામાં સ્પાના મેનેજર ફરાર થઈ ગઈ છે જ્યારે પોલીસે મેહુલ પટેલને ઝડપી પાડ્યા છે જ્યારે દરોડામાં તેમની પાસેથી 7,500 રૂપિયા રોકડ અને મોબાઇલ ફોન વગેરે મળી આવ્યા છે. પોલીસને મામલે રમેશ ધુડાભાઈ જોષી ઘંટીયાળી થરાદની ધરપકડ કરવાની બાકી છે. મામલે .એસ.પી પૂજા યાદવે જણાવ્યું કે મામલે ગેરકાયદેસર દેહવિક્રયની પ્રવૃત્તિ ચાલતી હતી , દરોડામાં બે યુવતીઓને રેસ્ક્યૂ કરવામાં આવેલ છે. બોમ્બે માર્કેટ થરાદમાં -વન સ્પામાં દેહવિક્રયની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. મામલે સ્પાના મેનેજર ફરાર છે જ્યારે મેહુલ કુમાર પટેલને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. સ્પામાં ગ્રાહકો પાસે પૈસા લઈ અને તેમને યુવતી સાથે શારિરીક સંબંધો કેળવવા માટે વ્યવસ્થા કરી દેવામાં આવતી હતી. આમ થરાદ જેવા નાના સ્થળમાં પ્રકારની પ્રવૃત્તિ સામે આવતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે રેસ્ક્યૂ કરેલી બે યુવતીઓને કામમાંથી છોડાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 

Download Our B K News Today App



Related News