થરાદ તાલુકામાં નવા વર્ષે પણ કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત : કેનાલમાં વિસ ફૂટનું ગાબડું પડતાં ખેતરો બેટમા ફેરવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-09 12:23:17
  • Views : 348
  • Modified Date : 2021-11-09 12:23:17

બનાસકાંઠા જિલ્લામાં નવા વર્ષે પણ કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં એક બાદ એક મોટા મોટા ગાબડાં પડી રહ્યા છે તેના કારણે સરહદી વિસ્તારમાં ખેડૂતોને પોતાના પાકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે અગાઉ પણ ખેડૂતોને પાણી વગર ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે હાલમાં નર્મદા કેનાલ દ્વારા પાણી છોડવાની સાથે અનેક જગ્યાઓએ ગાબડા પડી રહ્યા છે.સતત ગાબડાઓના કારણે હાલમાં ખેડૂતોને મસમોટું નુકસાન વેઠવાનો વારો આવે છે ત્યારે આજે વધુ થરાદ તાલુકાના ભોરોલ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં વિસ ફૂટનું ગાબડું પડ્યું હોવાની ઘટના સામે આવી છે. થરાદ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલના હલકા બાંધકામને પગલે વારંવાર ગાબડા પડતા હોવાના આક્ષેપો તંગી રહ્યા છે. આજે વહેલી સવારના કેનાલમાં ગાબડું પડવાથી લાખ્ખો લીટર પાણીનો બગાડ થયો છે. કેનાલ તૂટતા આસપાસના વિસ્તારમાં આવેલી એકર જમીનમાં ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થયું છે. કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં ફરી પાણી ફરી વળતા ખેડૂતને લાખ્ખો રૂપિયાનું નુકશાન થયું છે. કેનાલમાં ગાબડું પડવાની ઘટના બનતા આસપાસના લોકોએ અંગેની જાણ ગેટમેનને કારી હોવા છતાં પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવતા પાણીનો બગાડ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નવા વર્ષની શરૂઆત થતા ત્રીજી વખત ગાબડું પડવાની ઘટના બની છે. ત્યારે બાબતે સરકાર તાત્કાલિક ધોરણે કેનાલમાં ભ્રષ્ટાચાર આચારના લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં વારંવાર પડતા ગાબડાઓ અટકી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News