થરાદમાં ફાયર વિભાગની ગાડીઓ આગ બુઝાવવાની જગ્યાએ પાણીના ટાંકા ભરવા ઉપયોગમાં લેવાતાં અનેક સવાલો ઉભા થયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-11 11:04:25
  • Views : 337
  • Modified Date : 2022-05-11 11:04:25

 

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ઉનાળાના સમયમાં રોજિંદા આગના બનાવો વધી રહ્યા છે ત્યારે થરાદ ફાયરટીમ ની કામગીરી પણ આખા જિલ્લામાં સરાહનીય કામગીરી ગણવામાં આવે છે પરંતુ એજ ફાયરની ગાડી જો લોકોને પાણી છાંટવા અથવા પાણીની ટાંકીઓ ભરવા ઉપયોગમાં લેવામાં આવે અને સમયે જો ક્યાંય આગ લાગે અને ટાઈમસર આગ બુજવવા ફાયરટીમ પહોંચી શકે તો જવાબદાર કોણ ફાયરટીમ કે પછી ફાયરટીમ ને પાણીના ટાંકા ભરવા બોલાવનાર અધિકારીકર્મચારીઓ 

 

 ગતરોજ થરાદ નગરપાલિકાની ફાયરટીમના કર્મચારીઓ અને તેમની ફાયરની ગાડી થરાદ પ્રાંત ઓફિસમાં પાણીની ટાંકી ભરવા માટે ગયેલ હતા હવે આવા સમયે ગાડીની ટેન્કમાં રહેલ પાણી જો ત્યાંની ટાંકીમાં નાંખી દીધું હોય અને પછી જો કોઈ જગ્યાએ આગ લાગે અને ફાયરને કોલ મળે ત્યારે ફાયર ત્યાં આગ બુજવવા ટાઈમસર પહોંચી શકે અને તે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે અને કોઈ જાન હાની થાય અથવા જેતે જગ્યાએ મોટા પ્રમાણમાં નુકશાન થાય તો તેના માટે જવાબદાર કોણ  નગરપાલિકા કે પછી અન્ય કર્મચારીઓ  અધિકારીઓ  ફાયરટીમ અને ફાયરની ગાડી આગ બુજવવા માટે છે કે પછી પાણી ની ટાંકીઓ ભરવા માટે તેવા અનેક સવાલો લોકોમાં ઉભા થયા છે ત્યારે હજુ મોટા ગજાના સાહેબો ફાયરને આગ બુજવવાજ રાખશે કે પછી એમની પાણી ની ટાંકીઓ ભરવા માટે એતો આવનારો સમયજ બતાવશે.

Download Our B K News Today App



Related News