થરાદમાં એક પરિણીતા સાથે બળજબરીપુર્વક દુષ્કર્મ આચરાતાં ચકચાર મચી જવા પામી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-23 11:36:22
  • Views : 9743
  • Modified Date : 2021-08-23 11:36:22

     જાણવા મળતી માહિતી મુજબ થરામાં પિયર ધરાવતી એક પરિણીતા થરાદ નગરનો એક પડોશી યુવક મુકેશભાઈ ભરતભાઈ પરમાર વાત કરવાનું કહીને પોતાના મોટરસાયકલ પર બેસાડીને ગત 12 ઓગસ્ટના રોજ થરાદની એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ તેણીના સાડા પાંચ તોલાના સોનાના (અઢી લાખ રૂપિયાની કિંમતના) દાગીના પણ બળજબરીપૂર્વક કઢાવી લીધા હતા. તેમજ ધમકી આપીને અવાર નવાર તેણીની સાથે દુષ્કર્મ આચરતો હતો. આ અંગે તેણીએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લંપટ મુકેશભાઈ ભરતભાઈ સામે દુષ્કર્મ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઇને પંથકમાં ચકચાર સાથે ફિટકારની લાગણી પ્રસરી જવા પામી હતી.

Download Our B K News Today App



Related News