થરાદમાં એક મહિલાએ પોતાના નાના ભૂલકા સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-13 11:50:19
  • Views : 412
  • Modified Date : 2022-05-13 11:50:19


 

થરાદમાંથી પસાર થતી મુખ્ય કેનાલ મોતની કેનાલ બની છે જેમાં એક મહિલાએ નાના બાળક સાથે મોતની છલાંગ લગાવી હતી જેમાં અજાણી મહિલાએ મોતની છલાંગ લગાવતા કેનાલ પર પસાર થતા રાહદારીની નજર પડી હતી જેમાં રાહદારીઓએ બચાવવાની કોશિશ કરી પંરતુ પ્રયત્નો વેડફાઈ ગયા હતા જ્યાં એક રાહદારી દ્વારા થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતાં નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી..પોલીસને ઘટનાસ્થળેથી એક સાદો મોબાઈલ અને દુપટ્ટો મળ્યો હતો..જેમાં કોણ છે મહિલા? ક્યાંની છે મહિલા ? તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી..જેમાં થરાદ પોલીસ દ્વારા ઓળખ માટે શોશીયલ મીડિયા ના માધ્યમથી પ્રચાર પ્રસાર કર્યો હતો.....

Download Our B K News Today App



Related News