કાંકરેજના થરા-શિહોરીમાં હિન્દુ સંગઠનો દ્વારા શિહોરી ખાતે શોકસભા યોજી મૃતકને શ્રઘ્ઘાંજલી અર્પણ કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-03 13:40:39
  • Views : 229
  • Modified Date : 2022-02-03 13:40:39

  ઘંઘુકા ખાતે ભરવાડ યુવાનની હત્યા રાઘનપુરના શેરગઢમાં હિન્દુ દિકરી પર કરવામાં આવેલ જીવલેણ હુમલાના વિરોઘના પડઘા કાંકરેજ તાલુકામાં પડયા છે.ત્યારે મંગળવારે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા તથા મુખ્ય મથક શિહોરીના તમામ બજારની દુકાનો સજજડ બંઘ રહી હતી.અને કાંકરેજના દરેક હિન્દુ સંગઠનો દ્વારા શિહોરી ખાતે આવેલ બનાસ કોમ્પલેક્ષમાં શોકસભા યોજી મૃતકને શ્રઘ્ઘાંજલી અર્પણ કરી.કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ.અને હિન્દુ સંગઠનો અને લોકોએ પોતાનો રોષ વ્યકત કર્યો હતો.આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. અને હિન્દુ સંગઠનો,સામાજીક આગેવાનો અને લોકોએ થરા-શિહોરી સ્વયંભુ બંઘ રાખ્યુ હતુ.અને આવેદન આપી એક ઉદાહરણરૂપ સજા આપવાની માંગ કરી હતી.આ પ્રસંગે સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદીના મહંતશ્રી ઘનશ્યામપુરી બાપુ, બનાસબેંકના ચેરમેન અણદાભાઈ પટેલ,થરા સ્ટેટમાજી રાજવી અને થરા નગર પાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, બ.કાં.જિલ્લા ભાજપ પુર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા,હંસપુરી ગૌસ્વામી, થરા શહેર ભાજપ પ્રમુખ અનુભા વાઘેલા,ડો.રાજેશ કે.બ્રહ્મભટ્ટ, મહેન્દ્રભાઈ જોષી,દિનેશભાઈ ઠક્કર,થરા વહેપારી અગ્રણી કિરીટભાઈ ઠક્કર,કનુભાઈ ઠક્કર,તેજાભાઈ દેસાઈ તેમજ વિવિઘ હિન્દુ સંગઠનના યુવાનો જોડાયા હતા.

Download Our B K News Today App



Related News