ગુજરાત કોરોના રિકવરી રેટ દરના 18 રાજ્યોમાંથી 15 મા ક્રમે, બિહાર 99.19% સાથે પ્રથમ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 12:00:55
  • Views : 232
  • Modified Date : 2021-03-24 12:00:55

    ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને મોદી સ્ટેડિયમમાં મેચના અયોજન બાદથી જ સતત વધી રહ્યું છે. ફેબ્રુઆરી મહિનાના અંતથી વકરી રહેલા કોરોનાના કારણે રાજ્યમાં દૈનિક રેકોર્ડબ્રેક સંખ્યામાં પોઝિટિવ દર્દીઓમાં નોંધાઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા ઓછી નોંધાઈ રહી છે. પરિણામે રાજ્યનો રિકવરી રેટ ઘટીને 95.73 ટકા થઈ ગયો છે, જે ફેબ્રુઆરી મહિનામાં 97.72 ટકાનો હતો.

    દેશમાં 2 લાખ કરતા વધુ કોરોનાના કેસ ધરાવતા કુલ 18 રાજ્યો છે. આ રાજ્યો સાથે રિકવરી રેટની સરખામણીએ ગુજરાતનો ક્રમ 15મો આવે છે. રાજ્યનો રિકવરી રેટ હાલમાં 95.73 ટકા છે, જ્યારે 21 ફેબ્રુઆરીએ આ રેટ 97.92 ટકાનો હતો. બીજી તરફ 99.19 ટકાના રિકવરી રેટ સાથે બિહાર સૌથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે પંજાબમાં સૌથી ઓછા 88.38 ટકા દર્દીઓ કોરોના સામે જંગ લડીને સ્વસ્થ થયા છે.

    આ સાથે દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો બિહાર બાદ ઓડિશા (99.15), આંધ્ર પ્રદેશ (98.92), આસામ (98.72), તેલંગાણા (98.41), ઉત્તર પ્રદેશ (98), રાજસ્થાન (97.91), દિલ્હી (97.70), પશ્ચિમ બંગાળ (97.61), તમિલનાડુ (97.55), કેરળ (97.38), કર્ણાટક (97.24), હરિયાણા (96.86), છત્તીસગઢ (95.95) છે. આ તમામ રાજ્યોના રિકવરી રેટ ગુજરાત કરતા સારો છે. જ્યારે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબ ગુજરાત પછી આવે છે.

    ગુજરાતમાં પહેલીવાર કોરોનાના ઓલ ટાઈમ હાઈ કેસ નોંધાયા છે. 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 1,730 કેસ નોંધાયા છે. જ્યારે 1110 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ એક્ટિવ કેસનો આંકડો 8 હજારને પાર થઈ ગયો છે. જ્યારે અમદાવાદ અને સુરત શહેરમાં 2-2 મળી કુલ 4 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,454 થયો છે.


Download Our B K News Today App



Related News