સુરતમાં સામાન ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી કરતા, પોલીસે 3 આરોપી સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-05 15:10:30
  • Views : 44
  • Modified Date : 2025-04-05 15:10:30

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છાશવારે બુટલેગરો વિવિધ પ્રકારે દારૂ ગુજરાતમાં પહોંચાડતા ઝડપાયા છે. સુરતમાં પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કાફે ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે. પોલીસે તપાસ કરતાં વાનમાંથી 100 જેટલી વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતાં.

સુરતના ઉધનામાં અજય કાફેની ડિલિવરી વાનમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે ઉધનાના લક્ષ્મીનારાયણ કમાઉન્ડમાંથી કાફેની આડમાં વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે. ટેમ્પોમાં નાના-મોટા 100 જેટલાં કેન ભરીને દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે વિદેશી દારૂ સાથે કુલદીપ ચનિયારા, અશ્વિન કુમાર અને નીતિન અંબોરે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

Download Our B K News Today App



Related News