સુરતમાં આઈસર ટેમ્પોમાં પુઠાની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાની ઝડપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-21 12:59:27
  • Views : 87
  • Modified Date : 2024-03-21 12:59:27

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે સુરતમાં ફરી એક વાર દારુનો જથ્થો ઝડપાયો છે. સુરતમાં આઈસર ટેમ્પોમાં પુઠાની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાની ઝડપાઈ છે. સુરતમાં પ્લાસ્ટિકના ભંગાર અને પૂઠાની આડમાં દારૂ સહિત 14 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે.સુરતમાં આઈસર ટેમ્પામાં પ્લાસ્ટિકના ભંગાર તેમજ પૂઠાની આડમાં થતી દારૂની હેરાફેરીને પીસીબી પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી  છે. ટેમ્પો અને દારૂ મળી કુલ 14.42 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. સુરતમાં પીસીબી પોલીસને માહિતી મળી હતી કે ગુજરાત રાજ્ય બહારથી એક આઈસર ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો આવશે અને તે ટેમ્પો એ.કે.રોડ તરફ જવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી વરાછા અર્બન હેલ્થ સેન્ટર પાસેથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો.

 

Download Our B K News Today App



Related News