સુરત રિસોર્ટમાં કોરોનાની ગાઇડલાઇન્સ ભૂલીને માલેતુજાર પરિવારના લગ્નનું આયોજન, 200 કરતાં વધારે લોકો એકત્રિત થયાની તસવીરો ફરતી થઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-27 14:07:52
  • Views : 404
  • Modified Date : 2021-04-27 14:07:52

     સુરતમાં ક્લબ અને રિસોર્ટમાં કોરોનાની ગાઈડલાઈન્સ ભૂલીને લગ્નનું આયોજન થઈ રહ્યું છે છતાં કોર્પોરેશન જાણે મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે. સુરતના લા કાસા ક્લબ એન્ડ રિસોર્ટમાં માલેતુજાર પરિવારના લગ્નની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 200 કરતાં વધારે લોકો એકત્રિત થઈને લગ્નમાં જોડાયા હોવાની તસવીરો ફરતી થઈ છે.

     કોરોનાકાળ દરમિયાન લગ્નને અન્ય સામાજિક સમારોહમાં પચાસ કરતાં વધુ લોકોને એકત્રિત ન થવા માટે વહીવટીતંત્રે ફરમાન કર્યું છે, પરંતુ એનું ઉલ્લંઘન થતું દેખાઈ રહ્યું છે. સુરતની જાણીતી લા કાસા વિલા એન્ડ રિસોર્ટમાં ભવ્ય લગ્નનું આયોજન થયું હતું, જેમાં 200 કરતાં વધારે લોકો એકત્રિત થઈને લગ્નમાં જોડાયા હતા. મહત્ત્વની બાબત એ છે કે આ પ્રકારનાં આયોજનો અંગે કોર્પોરેશનને કેમ માહિતી નથી હોતી અને જ્યારે લગ્ન માટે પરમિશન લેવા આવતા હોય છે ત્યારે તેમને કોરોનાની ગાઈડલાઈન્સ અંગે કેમ માહિતી અપાતી નથી અને જો ગાઈડલાઈનનું પાલન ન થાય તો તેમની સામે કયા પ્રકારનાં શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે એવું કહેવામાં નથી આવતું અથવા તો લોકોને કોર્પોરેશનના અને કોરોના ગાઇડલાઇન્ ના ઉલ્લંઘન કરવાનો ડર નથી અથવા તો કોર્પોરેશનને પગલાં લેવામાં રસ નથી.

     આવાં દૃશ્યો જોયાં પછી લાગે છે કે કોર્પોરેશનને માત્ર ગરીબ દુકાનદારોથી લઈને નાનીમોટી ચીજવસ્તુઓ વેચીને ગુજરાત ચલાવનારા લોકો પર જ દંડો ઉગામવાનું ગમે છે. જાણે તમામ નીતિનિયમ આવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જ લાગુ પડતા હોય તેવું લાગે છે. એક સામાન્ય લારીવાળો જો નાક નીચે પણ માસ્ક રાખે તો એની પાસેથી રૂપિયા 1000નો દંડ વસૂલવામાં આવે છે. ત્યારે આ લગ્ન સમારોહમાં જોડાયેલા તમામ લોકો પાસે એક હજાર રૂપિયાનો દંડ લેવાશે કે કેમ એ સૌથી મહત્ત્વો પ્રશ્ન છે અને જે લગ્નના આયોજક છે તેમની સામે કયા પ્રકારનાં શિક્ષાત્મક પગલાં લેવાં છે એના પર સૌ કોઈની નજર છે.

     કોર્પોરેશનની આવી બેવડી નીતિના કારણે ગરીબ અને સામાન્ય પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આવા માલેતુજાર પરિવારના લગ્નમાં મોટી છૂટછાટ આપી દેવામાં આવે છે અને બીજી તરફ વેપારીઓ પાસેથી દંડ ઉઘરાવી લેવાની માનસિકતા કોર્પોરેશનના અધિકારીઓ ધરાવે છે પરિણામે શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોર્પોરેશનના અધિકારીઓ અને નાના વેપારીઓ વચ્ચે સતત ઘર્ષણના બનાવો સામે આવી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા આવા માલેતુજાર પરિવાર સામે દંડાત્મક આને શિક્ષાત્મક કાર્યવાહી કરીને ઉદાહરણરૂપ દાખલો બેસાડવા જોઈએ, જેથી કરીને કોરોના ગાઈડલાઇન્સનું પાલન તમામ લોકો યોગ્ય રીતે કરે.


Download Our B K News Today App



Related News