સુરતમાં અરવિંદ કેજરીવાલ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપી રોડ શો ગજવશે, સરથાણામા સભા સંબોધશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-25 12:38:26
  • Views : 265
  • Modified Date : 2021-02-25 12:38:26

    ગુજરાતના છ મહાનગરો પૈકી સુરત પાલિકામાં આમ આદમી પાર્ટીનો ઉદય થવાની સાથે સાથે વિરોધ પક્ષમાં બેસે તેવી માતબર સીટો મળી છે. ત્યારે ગુજરાતમાં વિજયી શરૂઆત કરનારી આપની ઉજવણીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવારે સુરત આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ 26મી જાન્યુઆરીએ સુરતની મુલાકાત લેશે તેવી વાત કરતાં સુરત આપના સંયોજકે કહ્યું કે, સુર ના પ્રવાસ દરમિયાન મીની બજાર સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને રોડ શો શરૂ કરીને સરથાણા ખાતે જાહેર સભા અને સંબોધિત કરશે.

    સુરત આપના મનોજ સોરઠિયાએ કહ્યું કે, કેજરીવાલના માર્ગદર્શમાં મહાનગરપાલિકામાં 27 બેઠક પર વિજય મેળવીને વિરોધ પક્ષ તરીકે પોતાની ભૂમિકા ભજવવા માટે આમ આદમી પાર્ટી તૈયાર થઈ ગયું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સૌ પ્રથમ સંકલ્પ લેવામાં આવ્યો છે કે, સુરત મહાનગર પાલિકામાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટેની તમામ તૈયારીઓ અમે કરી લીધી છે. હવે પછી સુરત મહાનગરપાલિકાના ટેન્ડર પ્રક્રિયામાં કે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર ન થાય તેના માટે અમે લડીશું. પ્રજાના કામ સરળતાથી ઝડપથી પૂર્ણ થાય તે માટે પણ આપ પાર્ટીના કોર્પોરેટરો કામે લાગશે.

    અરવિંદ કેજરીવાલ સવારે 8:00 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પર આગમન બાદ પાટીઁના પદાધિકારીઓ/કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી સીધા સરકીટ હાઉસ જશે ત્યાં સામાજીક અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત યોજાશે.બપોરે 3:00 વાગે સુરતના (વરાછા)મીનીબઝાર માનગઢ ચોકથી રોડ-શો માં જોડાશે. રોડ શોની શરૂઆત મીનીબજાર (માનગઢ ચોક) સરદાર પ્રતિમાને પુષ્પઅંજલી આપી હિરાબાગ, રચના સર્કલ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા, સરથાણા જકાતનાકા રોડ-શો પૂર્ણાહુતી અને જનસભા સંબોઘન કરશે. સાંજે 7:00 વાગે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા નિકળી જશે.

    અરવિંદ કેજરીવાલ સુરતીઓનો આભાર વ્યક્ત કરવા માટે પોતે આવી રહ્યા છે . મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળેલી સફળતા બાદ અરવિંદ કેજરીવાલની નજર હવે વિધાનસભાની ચૂંટણી ઉપર છે. કેજરીવાલ સુરતની મુલાકાત વખતે જ વિધાનસભાના બીજ વાવીને જશે. સાથે જ ચૂંટાયેલા કાઉન્સિલરોને પણ માર્ગદર્શન આપશે જેથી તેઓ પણ પ્રજાના કામ સારી રીતે કરી શકે અને સ્વચ્છ રાજનીતિ કરવા અંગે માર્ગદર્શન આપશે.


Download Our B K News Today App



Related News