સુરતમાં કર્ફ્યૂના કારણે વાહન ન મળતાં માતા પાંચ વર્ષની બાળકી ઉંચકી હોસ્પિટલ તરફ દોડી, સારવાર મળે તે પહેલાં રસ્તામાં જ મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-25 15:16:30
  • Views : 217
  • Modified Date : 2021-03-25 15:16:30

    પાંડેસરાના વાલક નગરમાં રહેતી અર્ચના નામની પાંચ વર્ષીય દીકરીએ પોતાનો જીવ ગૂમાવ્યો હતો. ગઈકાલે રાત્રે એકા એક બાળકીને ઝાડા-ઊલટી થતાં તેની તબિયત લથડી હતી. માતાએ પોતાની વહાલસોયી દીકરીને હોસ્પિટલ લઈ જવા માટે દોડ લગાવી હતી. કર્ફ્યુનો સમય હોવાથી બહાર કોઈ વાહન મળ્યું ન હતું. પોતાની બાળકીની એકાએક તબિયત લથડતા માતા એ પોતે જ બાળકીને ઉચકીને રીતસરની સિવિલ હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી.જો કે બાળકીને સારવાર મળે તે અગાઉ જ તેનું મોત થયું હતું.

    બાળકીની તબિયત લથતા માતા તેની દીકરીને પાંડેસરાના વાલક નગરથી સિવિલ હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં બાળકીએ શ્વાસ છોડી દીધો હતો. રાત્રિના સમયે પિતા કામ પરથી ઘરે પરત ફર્યા ન હતા અને બીજી તરફ કર્ફ્યુનો સમય શરૂ થઈ ગયો હતો. જેથી બસ કે, ઓટોરિક્ષા પણ માતાને પોતાની દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટે મળી ન હતી. આર્થિક સ્થિતિ નબળી હોવાથી માતા પાસે મોબાઈલ ફોન ન હોવાને કારણે તે 108 માં પણ ફોન કરી શકી ન હતી.

    માતા રીતસરની પોતાની બાળકીને ખભે ઉપાડીને તમે હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી. પરંતુ, કમનસીબે બાળકી હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ સોસિયો સર્કલ ખાતે રસ્તામાં બાળકીએ જીવ ગૂમાવ્યો હતો.બાળકીને માત્ર ઝાડા ઉલટી થયા હતાં. સવાર સુધી તે ખૂબ જ સ્વસ્થ હતી અને ઘરમાં રહેતી હતી. એકાએક જ બાળકીને રાત્રિના સમય દરમિયાન ત્રણથી ચાર મિનિટ ઝાડા થયા બાદ તે ઢળી પડી હતી. ઘરમાં અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હોય માતાએ પોતાની દીકરીને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો. પરંતુ શહેરમાં કોરોના સંક્રમણ વધતાની શહેરમાં કર્ફ્યૂ હોય વાહન ન મળતાં સમયસર હોસ્પિટલની સારવાર મેળવવામાં મુશ્કેલી પડી હતી. મહત્વપૂર્ણ છે કે, આવા સંજોગામાં સૌ પ્રથમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.


Download Our B K News Today App



Related News