અમદાવાદની સોલા સિવિલમાં એક જ પરિવારના 3 સભ્યોએ ટ્રાયલ વેકસીન લીધી, અત્યાર સુધીમાં કુલ 21 લોકોને વેકસીન અપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-28 14:50:36
  • Views : 480
  • Modified Date : 2020-11-28 14:50:36

       કોરોનાના હાહાકાર વચ્ચે થઈ રહેલ વૅક્સિન ટ્રાયલથી લોકોમાં હાશકારો થયો છે. અમદાવાદની સોલા સિવિલમાં વૅક્સિનની ટ્રાયલ થઈ રહી છે. આજે વડાપ્રધાન ખુદ અમદાવાદના ઝાયડસ બાયોટેક પ્લાન્ટમાં વૅક્સિનનું નિરિક્ષણ કરવા માટે અમદાવાદ આવ્યાં હતાં. ત્યારે સોલા સિવિલમાં અત્યાર સુધીમાં 20 લોકોને વૅક્સિન અપાઈ છે. તેમજ આજે એક જ પરિવારના 3 સભ્યોને ટ્રાયલ વૅક્સિન આપવામાં આવી છે.સોલા સિવિલમાં અનેક વોલન્ટીયર ઇન્કવાયરી કરી રહ્યા છે.તેમાં પણ હવે આખો પરિવાર સાથે આવતો હોય તેવી બાબતો સામે આવી રહી છે. જેમાં એક વેપારી પોતે પોઝિટિવ હોવાથી તે વેક્સીન ન લઈ શક્યા પણ આજે તેઓ પોતાના પરિવારના 3 સભ્યો અને 2 કલીગને વેક્સીન આપવા માટે પ્રોત્સાહિત કરીને સોલા સીવીલ લઈ આવ્યા હતા. જેમને સોલા સીવીલ ખાતે વેકસીન આપવામાં આવી છે.શહેરમાં કોરોના ટ્રાયલ વેકસીન માટે વોલન્ટિયર ઇન્કવાયરી કરી રહ્યા છે.તેની સાથે રોજ 50 જેટલા ફોન કોલ આવે છે. જેઓ વોલન્ટિયર બનવા અંગેની માહિતી મેળવે છે.

    સોલા સિવિલ હોસ્પિટલના વેકસીન ટ્રાયલ કમિટીના ડોકટર જણાવ્યું હતું કે આજે 20 લોકોને ટ્રાયલ વેકસીન આપવામાં અવસશે.તેમજ હજી સુધી કોઈને પણ આની આડ અસર થઈ નથી.બીજી તરફ આજે મેડિસિન વિભાગમાં આજે વેકસીન લેવા આવેલા લોકો પૈકી એક બિઝનેસમેને જણાવ્યું હતું કે હું પોઝિટિવ હતો એટલે મને ટ્રાયલમાં ભાગ લેવાનો મોકો મળ્યો ન હતો.પણ મેં મારા પરિવાર ના ત્રણ સભ્યોને વેકસીન લેવા લઈ આવ્યો છું જેમાં મારા ભાઈ મારી પત્ની અને ભાભી સામેલ છે.જ્યારે મારા બે કલીગને પણ સમજાવ્યા અને તેઓ પણ વેક્સીન લેવા માટે આવ્યા છે.સોલા સિવિલ હોસ્પિટલમાં બીજા દિવસે વધુ 16 વોલન્ટિયર્સને કોરોનાની કોવેક્સિન આપવામાં આવી હતી. બે દિવસમાં કુલ 21 લોકોને વેક્સિન આપવામાં આવી છે. ક્લિનિકલ ટ્રાયલ કમિટીના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર ડો. પારુલ ભટ્ટે જણાવ્યું કે, અન્ય નાગરિકોની સાથે સોલા સિવિલના સ્ટાફના 15થી 20 સભ્યોએ વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ શહેરીજનોને વેક્સિન આપવાની પ્રાથમિકતા હોવાથી હવે સોમવારથી હોસ્પિટલના સ્ટાફને પણ વેક્સિન આપવાનું શરૂ કરા‌શે.

Download Our B K News Today App



Related News