સિદ્ધપુરમાં ચાઈલ્ડ પોર્નો ગ્રાફી મોબાઈલમાં ડાઉનલોડ કરી સોશિયલ મીડિયા દ્વારા વાયરલ કરતા ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-22 12:23:23
  • Views : 366
  • Modified Date : 2021-07-22 12:23:23

    સિદ્ધપુરમાં ચાઈલ્ડ પોર્નો ગ્રાફીના વીડિયો પોતાના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરી તે વીડિયોને બીજા લોકોના ફોનમાં સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરાતા ત્રણ ઈસમો વિરુદ્ધ સાયબર ક્રાઈમના આઈ.ટી એક્ટની 2008/ની કલમ 67 ( બી ) મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.સિદ્ધપુર તાલુકામાં ઘણા સમયથી સોશિયલ મીડિયાના ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર, ઈનસ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો ડાઉનલોડ કરી તે વિડિઓ આ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લોકોના ફોનમાં મોકલવામાં આવતા હોવાની માહિતી સાયબર ક્રાઈમ દ્વારા 55થી વધુ લોકોની સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં માહિતી આપવામાં આવતા સિદ્ધપુર પી.આઈ દ્વારા આ અંગે તપાસ શરૂ કરાઇ હતી.

`    સિદ્ધપુર શહેરના મુક્તિધામ નજીક આવેલા મોતિરામઢાળ પાસે રહેતા અરવિંદ ધીરુજી ઠાકોર, ફુલપુરા ગામમાં રહેતા સચિન અમરસંગ ઠાકોર તેમજ રાજપુરમાં આવેલી કૃષ્ણનગર સોસાયટીના દિપકજી છનાજી ઠાકોર સદર ત્રણે ઈસમોના મોબાઈલ ફોન જપ્ત કરી ગાંધીનગર ખાતે સાયબર સેલના નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ડેટા રિસ્ટોર માટે મોકલી આપ્યા હતા જેનો રિપોર્ટ આવતા ત્રણેયના મોબાઈલ ફોનોમાંથી ચાઈલ્ડ પોર્નો ગ્રાફીના વીડિયો મળી આવ્યા હતા. જેથી ત્રણેય વિરુદ્ધ ધી ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2008/ની કલમ 67( બી ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાર્યવાહી થતા ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો ડાઉનલોડ કરી વાયરલ કરનારા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સિધ્ધપુર પીઆઇ દ્વારા સમાજ બગાડનાર તત્વો સામે હજુ કડક પગલા ભરવાની ચીમકી ઉચ્ચારાઇ છે.

Download Our B K News Today App



Related News