ષ્ણનગરમાં પત્નીના પૂર્વ મંગેતરે પ્રેમ લગ્ન કરનાર યુગલને સમાધાનના બહાને બોલાવ્યા, કર્યો છરીથી જીવલેણ હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-18 10:45:34
  • Views : 204
  • Modified Date : 2022-04-18 10:45:34

 

 

પ્રેમની આ તો કેવી સજા

અમદાવાદમાં પ્રેમી જોડા પર છરીથી જીવલેણ હુમલો

સદનસીબે  દંપતીએ ચીસાચીસ કરતા જાન બચી

કૃષ્ણનગરમાં પ્રેમ લગ્ન કરનાર પ્રેમી યુગલ પર જીવલેણ હુમલો કરવામા આવ્યો હતો. સમાધાન કરવા માટે બોલાવીને પત્નીના પૂર્વ મંગેતરએ છરીથી હુમલો કરતાં દોડધામ મચી હતી. પોલીસે યુવતીની માતા અને પૂર્વ મંગેતર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

લગ્નનું સમાધાન કરવાના બહાને કર્યો હુમલો
નીચે તસવીરમાં ઇજાગ્રસ્ત હાલત માં જોવા મળતા જય વેકરિયાને પ્રેમ લગ્ન કરવાની સજા મળી. સાસુએ પત્નીના પૂર્વ મંગેતર સાથે મળીને છરીના ઘા મારી દીધા હતા. ઘટના કઈક એવી છે કે જય વેકરિયા અને તેમની પત્ની જયશ્રીબેનએ ફેબ્રુઆરીમાં પ્રેમલગ્ન કર્યા હતા. જેથી જયશ્રીબેનના પરિવાર આ લગ્ન સ્વીકાર્યા નહતા. લગ્નના બે માસ બાદ જયશ્રીબેનની માતા વાલીબેન પરમારે લગ્ન સ્વીકાર છે તેઓ વિશ્વાસ અપાવીને સમાધાન કરવા જયશ્રીબેન અને તેમના પતિ જય વેકરિયાને બોલાવ્યા હતા બન્ને કૃષ્ણનગર પહોંચ્યા. ત્યારે વાલીબેનની સાથે જયશ્રીબેનનો પૂર્વ મંગેતર નયન પરમાર પણ હતો.બન્નેએ જય અને જયશ્રી સાથે ઝઘડો કરીને છરીના ઘા ઝીકી દીધા. આ દંપતીએ ચીસાચીસ કરતા લોકો આવી ગયા અને બન્ને ફરાર થઈ ગયા હતા.

શું છે સમગ્ર મામલો?
જય વેકરિયા અને જયશ્રીબેન આઠ માસ પહેલા સ્નેપ ચેટ એપ્લિકેશન મારફતે સંપર્કમાં આવ્યા હતા..અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો હતો.પરંતુ જયશ્રીબેનની માતા વાલીબેનએ અમરાઇવાડી માં રહેતા નયન પરમાર સાથે સગપણ નક્કી કરી દીધું.. નયન બેકાર હોવાથી જયશ્રીબેન લગ્ન કરવા માંગતા નહતા.પરંતુ પરિવાર લગ્ન કરવા દબાણ કરતો હોવાથી જયશ્રીબેન એ 17 ફેબ્રુઆરીના દિવસે જય સાથે કોર્ટ મેરેજ કર્યા.. અને 19 ફેબ્રુઆરી ના દિવસે અમરેલી પતિના ઘરે આવી ગઈ હતી આ લગ્નની જાણ વાલીબેન અને તેના પૂર્વ મંગેતરને થતા તેઓ ગુસ્સે થયા હતા.

પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી
અને બદલો લેવા સમાધાનના બહાને બોલાવીને હુમલો કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કર્યો છે.કૃષ્ણનગર પોલીસે આ હુમલા કેસમાં યુવતીની ફરિયાદ લઈને તેની માતા વાલીબેન પરમાર અને પૂર્વ મંગેતર નયન પરમાર વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડની તજવીજ શરૂ કરી છે

 

Download Our B K News Today App



Related News