શંખેશ્વરમાં શ્રી ચામુંડા,શ્રી વહાણવટી સિકોતર તથા શ્રી મેલડી માતાજીની મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ નવચંડી હવન યોજાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-12 12:08:36
  • Views : 260
  • Modified Date : 2021-08-12 12:08:36

     ઉત્તર ગુજરાતની ધન્યધરા પર આવેલ શંખેશ્વરના પ્રાંગણે અમદાવાદ હાઈવે ઉપર આવેલ બાબા શ્રીરામદેવપીર બાપાના મંદિરે પ્રજાપતિ સવિતાબેન બાબુભાઈ ડાહ્યાભાઈના યજમાન પદે શાસ્ત્રી નટવરલાલ દાનેશ્વર વ્યાસ (બોલોરો) તથા વિદ્વાન પંડિતોના મુખરવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી ત્રણે દેવી શ્રી ચામુંડા માતાજી, શ્રી વહાણવટી સિકોતર માતાજી  તથા શ્રી મેલડી માતાજીની મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ નવચંડી હવન આજરોજ શ્રાવણસુદ ત્રીજને બુધવારના રોજ યોજાયો હતો.અને રાત્રે માતાજીનો માંડવો રમેલ રાખવામાં આવી હતી. પાવન પ્રસંગે સંતશ્રી સોહમ આશ્રમ રાજપુરના સંત સોહમરામ બાપુ, પીપળીધામ ના શ્રી મનુ મહારાજ, અજમલજી ભુવાજી સિપુર, અરજણભાઈ ભુવાજી સિપુર, જાયાભાઈ ભુવાજી સિપુર, ત્રિભોવનભાઈ પ્રજાપતિ સરકારપુરા,પ્રહલાદભાઈ પ્રજાપતિ,કનુભાઈ પ્રજાપતિ જાવંત્રી,પરાગભાઈ પ્રજાપતિ અમદાવાદ,અણદાભાઈ પ્રજાપતિ મહેસાણા,હરિભાઈ પ્રજાપતિ મુબારકપુર,રમેશભાઈ પ્રજાપતિ બુરેઠા,હમજુંભાઈ અજુભાઈ ફુલવાદી હારીજ,સગુનાબેન હમજુંભાઈ ફુલવાદી હારીજ, શશીકાંતભાઈ અમદાવાદ વગેરે ભવિકભક્તો હાજર રહેલ.

Download Our B K News Today App



Related News