સિદ્ધપુરના સેદરાણા ગામે ઘરફોડ ચોરી કરી 4,36,000 ના દાગીના તેમજ રોકડ ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-28 13:53:24
  • Views : 201
  • Modified Date : 2021-07-28 13:53:24

     સિદ્ધપુર તાલુકાના સેદરાણા ગામે જીનવાડામાં રહેતા ઇમરાનશા જીવાશા ફકીરના ઘરમાં તારીખ 23 થી 26 તારીખ સુધીમાં ઘરના નકુચા નું તાળું તોડી સામાન રફેદફે કરી તિજોરીમાં પડેલાં રોકડા 3,50,000 તેમજ સોના ચાંદીના દાગીના 86,000 ના મળી ચોર ઈસમો 4,36,000 ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

      અંગેની વિગત એવી છે કે સિદ્ધપુર તાલુકાના સેદરાણા ગામે રહેતા ઇમરાનશા જીવાશા ફકીર ઈદનો તહેવાર હોવાથી તારીખ ૨૩મીના રોજ પોતાની સાસરી મહેસાણા નાગલપુર મુકામે ગયેલા હતા ત્યાંથી તારીખ 26 ના રોજ ઘરે પરત આવતા ઘરનો નકૂચાનુ તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું જેથી ઈમરાનશા તરત ઘરમાં તપાસ કરતાં ઘરમાં સામાન વેરવિખેર પડેલ હતો તેમજ વચ્ચે ના રૂમ માં આવેલ તિજોરી પણ ખુલ્લી હતી તેમાંથી ચોર ઈસમો દ્વારા રોકડા 3,50,000 અને સોના-ચાંદીના દાગીના 86,000 ના મળી કુલ 4,36,000ની ચોરી કરી લઇ ગયેલ હોવાથી ઇમરાનશા ફકીર દ્વારા કાકોશી પોલીસ મથકે ફરિયાદ કરાતા પોલીસ દ્વારા એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Download Our B K News Today App



Related News