સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-05-18 16:29:48
  • Views : 78
  • Modified Date : 2024-05-18 16:29:48

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા 06 ટીમોએ જિલ્લાના ત્રણ તાલુકાઓમાં તપાસ હાથ ધરી છે. જિલ્લાના ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે.મદ્રેસાઓના સ્ટાફથી લઈને તેમના પગારની વિગતો અને અભ્યાસ તેમજ વિદ્યાર્થીઓના સંદર્ભની પણ વિગતોની તપાસ કરવામાં આવી છે. અલગ અલગ 11 જેટલા મુદ્દાઓને આધારે મદ્રેસાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. મદ્રેસાના સંચાલક અને ટ્રસ્ટ સહિતની વિગતોને પણ ચકાસવામાં આવી છે. અલગ અલગ ટીમો દ્વારા શનિવારે વહેલી સવારથી જ તપાસ હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News