ડીસાના રતનપુરા ગામે તલાતું મનમાની સામે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને કરી રજુઆત...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-26 11:39:47
  • Views : 239
  • Modified Date : 2022-06-26 11:39:47


બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા રતનપુરા ગામે વસવાટ કરતા દલિત પરિવાર ગ્રામપંચાયત માં તલાટીકમ મંત્રી સહી સિકાકાઓ કરતા હોવાની રજૂઆતના પગલે આજે ડીસા તાલુકા પંચાયત ખાતે રજૂઆત અર્થે આવ્યા હતા જેમાં જણાવ્યું હતું કે રતનપુરા ગામે આવેલ ગ્રામપંચાયત ની હદમાં વર્ષોથી દલિત પરિવાર વસવાટ કરે છે જેમના બાળકો ડીસા કોલેજમાં અભ્યાસ અર્થે આવતા હોઈ જેમને તાજેતરમાં જાતિ ના દાખલા અને શિષ્યવૃત્તિ માટે ફોર્મ ભરીને તલાટી ને ગ્રામ પંચાયતમાં જતાં તલાટી કમ મંત્રી પોતાની મનમાની કરીને આમોને હડધૂત કરીને કાઢી મૂકતાં હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા ત્યારે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી આપી તલાટી સરકારી યોજનાઓમાં ફોરમાં સહી કરે તેમજ ગામતળ માં રહેવા માટે પ્લોટ આપે તેવી માંગ કરી છે

આઝદીનાં આટકા વર્ષો પછી પણ દલિત સમાજ સાથે ભેદભાવ કરતાં હોવાના અનેકો કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે ત્યારે આવીજ એક ઘટના ડીસા તાલુકાના રતનપુરા ગામે ગૌચર ની જમીનમાં વર્ષો વસવાટ કરીને દલિત પરીવાર છૂટક મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે ત્યારે તે પોતાના ગામમાં તમામ આધાર કાર્ડ રેશનકાર્ડ ચૂંટણી કાર્ડ સહિતના વિવિધ ડોક્યુમેન્ટ પણ ધરાવે છે તે છતાં આજે પણ લોકોને ગ્રામ પંચાયત દ્વારા પ્લોટ ફાળવામાં આવતાં લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યાં છે ત્યારે પોતાના બાલકો ના અભ્યાસના સરકારી દાખલ હોય કે કોઈ પણ યોજનામાં ફોર્મ ભરીને ગ્રામ પંચાયતમાં સહી સિક્કા કરાવવા જતાં તલાટી કમ મંત્રી અને સરપંચ પોતાની મનમાની ચલાવીને હડધૂત કરીને કાઢી મૂકે છે તેવા આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરી છે ત્યારે જો પરિવારની રજુઆત ધ્યાને નહીં લેવામાં આવેતો ડીસા તાલુકા પંચાયત માં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

 

Download Our B K News Today App



Related News