અમીરગઢ તાલુકાના રામપુરા (વડલા) ગૃપ ગ્રામ પંચાયતમાં મનરેગા ભ્રષ્ટાચાર મામલે તપાસમાં ઢીલી નિતિને ગામ લોકોએ ફરીથી જિલ્લા કલેક્ટર અને ડી.ડી.ઓ.ને રજુઆત કરી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-30 11:59:12
  • Views : 187
  • Modified Date : 2022-03-30 11:59:12

લોકોની જાણ બહાર ખોટા જોબકાર્ડ અને ખોટા બેન્ક ખાતા ખોલી એટીએમથી નાણાં ઉપડી ગયા હતા

રામપુરા (વડલા) ગૃપ ગ્રામ પંચાયત વિસ્તારમાં વાંકા, કંસારા, રામપુરા અને વગદડી ગામો આવેલા છે. આદિવાસી વિસ્તાર ધરાવતા આ ગામોના લોકો રોજગારી માટે ટળવળતા હોય છે ત્યારે બીજી તરફ અમીરગઢ તાલુકાના રામપુરા (વડલા) ગ્રૃપ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ગામોમાં મનરેગા યોજના હેઠળ ગ્રામજનોની જાણ બહાર ખોટા જોબકાર્ડ અને ખોટા બેન્ક ખાતા મારફતે બારોબાર નાણાં ઉપડી ગયા હોવાની રાવ સાથે અગાઉ ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઇ ગ્રામ પંચાયત કચેરી આગળ ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જે મામલે એક માસ જેટલો સમય વિતી ગયો હોવા છતા પણ કાર્યવાહીમાં ઢીલી નીતિને પગલે આજે ફરીથી ગામના યુવાનોએ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આ બાબતે લેખિત રજુઆત કરી તટસ્થ તપાસની માંગ કરી છે. 

Download Our B K News Today App



Related News