રાજકોટમાં મહિલાઓએ એકવા યોગ કરી અનોખી રીતે યોગ દિવસની કરી ઉજવણી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-21 14:56:37
  • Views : 108
  • Modified Date : 2023-06-21 14:56:37

દેશ વિદેશમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. એવામાં આજે રાજકોટમાં મહિલાઓએ એકવા યોગ કરી યોગ દિવસ અનોખી રીતે ઉજવ્યો છે. શહેરના અલગ અલગ સ્વિમિંગ પુલમાં 200થી વધુ મહિલાઓએ ભેગા મળીને યોગ કર્યા હતા. પાણીની અંદર જઈને યોગ કરીને શરીર અને મનથી સ્વસ્થ થવા માટે મહિલાઓ યોગમાં જોડાઈ હતી. રાજકોટ કોર્પોરેશને એકવા યોગનું આયોજન કર્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી એકવા યોગ શહેરમાં યોજાય છે.તો બીજી તરફ આજે અમદાવાદના પાલડી ઇવેન્ટ સેન્ટર પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સામાન્ય યોગા સાથે અનોખા યોગા પણ જોવા મળ્યા છે. જેમાં ખાનગી સંસ્થાના બાળકોએ અનોખા યોગા કરવામાં આવે છે. બાળકોએ સ્કેટિંગ સાથે યોગા કર્યા છે. સ્કેટિંગ પર યોગા કરવાએ એક મુશ્કેલ હોવા છતા પણ બાળકોએ સ્કેટિંગ પર યોગા કર્યા હતા. આ કાર્યમાં કોચ દ્વારા તાલીમ અપાયા બાદ જ બાળકોએ કાર્યક્રમમાં અનોખા યોગ કર્યા છે.

Download Our B K News Today App



Related News