રાજકોટમાં આજે બપોર સુધીમાં 50 કેસ નોંધાયા, સદભાવના વૃદ્ધાશ્રમમાં 250થી વધુ વડીલોને વેક્સિન આપવાનું શરૂ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-23 15:06:50
  • Views : 230
  • Modified Date : 2021-03-23 15:06:50

    રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થતા મનપા અને કલેક્ટર તંત્ર સંક્રમણને અટકાવવા પ્લાન ઘડી રહ્યું છે. આજે શહેરમાં બપોર સુધીમાં નવા 50 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 17773 પર પહોંચી છે. અલગ અલગ હોસ્પિટલમાં 484 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ ફેમિલી કોર્ટના રજીસ્ટાર અને તેના પરિવારના સભ્યો કોરોના સંક્રમિત થતા 31 માર્ચ સુધી કોર્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં બે દર્દીના મોત નીપજ્યા છે. સદભાવનગા વૃદ્ધાશ્રમમાં 250થી વધુ વડીલોને કોરોના વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

    રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો ખાતે વેક્સિન લેવા વડીલોનો ખૂબ મોટી સંખ્યામાં પ્રતિભાવ મળ્યો છે. શહેરના વરિષ્ઠ નાગરિકો પોતે વેક્સિન લઇ લોકોને પણ વેક્સિન લેવા પ્રેરણા આપી રહ્યાં છે. તેના ઉદાહરણરૂપે આજે માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમના ત્રણેય યુનિટમાં રહેલા કુલ 250થી વધુ વડીલોને વેક્સિન આપવાની કામગીરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

    રાજકોટ કોરોના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ વીમા કામદાર અને કેન્સર હોસ્પિટલ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. કેસો વધતા પુરતી બેડની સુવિધા કરવામાં આવી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં પણ સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. રાજકોટમાં કુલ 2020 બેડમાંથી હાલ 1848 જેટલા બેડ ખાલી છે.રાજકોટમાં કોરોનાના કેસ ફરીથી ઊંચકાઈ રહ્યા છે અને ખાસ કરીને મૃતાંક વધવા લાગ્યો છે. તંત્ર દરરોજ એક હેલ્થ બુલેટિન જાહેર કરે છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સારવાર દરમિયાન કેટલા દર્દીઓનાં મોત થયા છે તે નોંધાયેલું હોય છે અને બીજા દિવસે એ મોતમાંથી કેટલા માત્ર કોરોનાને કારણે થયા છે તે પણ નોંધ કરાય છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શહેરમાં માત્ર 5 જ મોત પાછળ કોરોના જવાબદાર હોવાનું મનપા જણાવે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમા પણ આ આંક એટલો જ છે.



Download Our B K News Today App



Related News