રાજકોટમાં 24 કલાકમાં 76 દર્દીના મોત, બપોર સુધીમાં 251 કેસ નોંધાયા, 700 ટ્રાન્સપોર્ટરોએ ત્રણ દિવસ બુકિંગ બંધ કર્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-27 14:50:49
  • Views : 246
  • Modified Date : 2021-04-27 14:50:49

    રાજકોટમાં કોરોનાએ કાળો વર્તાવ્યો છે. શહેરમાં મોતનું તાંડવ જોવા મળી રહ્યું છે. 24 કલાકમાં વધુ 76 દર્દીએ દમ તોડતા આરોગ્ય વિભાગમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આજે બપોર સુધીમાં નવા 251 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 31733 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 4804 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે સોમવારે 719 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.કોરોનાના વધતા કેસને લઇને રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ત્રણ દિવસ બુંકિગ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એસોસિએશનની 700 ઓફિસ દ્વારા સેમ, મંગળ અને બુધવારે બુકિંગ બંધ રાખ્યું છે. બંધમાં અનાજ કરિયાણું અને જીવન જરૂરી વસ્તુઓનું ટ્રાન્સપોર્ટ ચાલુ રહેશે.

    રાજકોટમાં કોરોનાના દર્દીને ઓક્સિજન બેડની અછતને કારણે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ વાઇઝ કંટ્રોલરૂમ શરૂ કરવાને લઇને ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં ઉપવાસ પર બેઠા હતા. આ અંગે કોંગ્રેસ જણાવ્યું હતું કે, જો ભાજપ વોર્ડ વાઇઝ કાર્યાલય કરી શકે તો એક કંટ્રોલરૂમ કેમ ન ખોલી શકે. જોકે કલેક્ટરની ગાડીને રોકી રજુઆત કરે તે પહેલા પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી.

    કોવિડની સારવાર માટે દર્દીઓને તેમના સ્વજનો વિવિધ પરિવહનના માધ્યમથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવે છે, પરંતુ સોમવારના રોજ સિવિલ હોસ્પિટલમાં જ એક કિસ્સો એવો બન્યો જેમાં વૃદ્ધાને કોઈ વાહન, સ્ટ્રેચર કે કોઈ સહારો ન મળતા તેમના પરિવારના સભ્યોએ તેમને ઊંચકી કોવિડ વોર્ડમાં દાખલ કર્યા હતા. ત્યારે આ પ્રકારે ઘણાખરાલો કોને ઘણી ખરી તકલીફો પહોંચી રહી છે. જેના પરિણામે દર્દીને યોગ્ય સારવાર ન મળતા તેઓએ જીવ પણ ગુમાવો પડે છે. આ તકે આ પ્રકારના દર્દીઓને પૂરતી સુવિધા મળી રહે તે માટે તંત્રએ વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

    માંડાડુંગરથી 42 વર્ષના મહિલાને કોવિડ પોઝિટિવ આવતા સિવિલ લવાયા હતા, સાથો-સાથ તેમનો વજન 100 કિલોથી વધુ હોવાથી તેઓને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડી રહી હતી. ઓક્સિજનનું પ્રમાણ સતત વધઘટ થતા તેઓને વધુ સારવાર મળે તે હેતુસર ખાનગી હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ કોઈ જગ્યાએ બેડ ન મળતા ઘણી તકલીફ વેઠી સિવિલમાં ખસેડાયા હતા. હાલત અત્યંત ગંભીર હોવાના પગલે પરિવારના સભ્યોએ ઓક્સિજનના બાટલા મેળવવા માટે ઘણી મહેનત કરી હતી તેમ છતાં તેઓને બાટલા ન મળતા અંતે સિવિલ ખાતે વગર ઓક્સિજને તેઓને લાવવામાં આવ્યા હતા. છેલ્લા લાંબા સમયથી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ તેમને યોગ્ય વ્યવસ્થા મળી ન હતી.

Download Our B K News Today App



Related News