રાજકોટમાં મહિલા કોર્પોરેટર વજી ગોલતર અને પતિ કવા ગોલતરનું વધુ એક કારસ્તાન સામે આવ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-14 15:42:09
  • Views : 89
  • Modified Date : 2024-03-14 15:42:09

રાજકોટમાં મહિલા કોર્પોરેટર વજી ગોલતર અને પતિ કવા ગોલતરનું વધુ એક કારસ્તાન સામે આવ્યુ છે. રાજકોટના પ્રદ્યુમન પાર્ક નજીક સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કર્યુ હોવાનું સામે આવ્યુ છે. 350 જેટલી ઓરડીઓ અને એક હોલ ઉભો કરવામાં આવ્યો છે. કેટલીક ઓરડીઓ વેંચી નાખી, કેટલીક ઓરડીઓ ભાડે આપ્યાનો આક્ષેપ કર્યો છે. તેમજ વર્ષોથી આ વિસ્તારમાં ગેરકાયદેસર કબજો કર્યાનો આરોપ પણ લગાવામાં આવ્યો છે.RMCના અધિકારીઓ અને પદાધિકારીઓના આંખ આડા કાન કર્યો. સામાન્ય માણસના બાંધકામ પર કડક વલણ અપનાવતું તંત્ર ભાજપના નેતા સામે વામણું. મનપાના સ્લમ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ હશે તો કાર્યવાહી કરાશે તેવુ નિવેદન મનપા કમિશનરે આપ્યુ છે. તપાસ બાદ દોષિત હશે તો લેન્ડ ગ્રેબિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News