કોરોના વાઇરસ: 24 કલાકમાં 34ના મોત, ગઈકાલે અધધ.. 427 કેસ નોંધાયા, આજે કોરોનાની સમીક્ષા કરવા CM રૂપાણી આવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-09 12:30:36
  • Views : 271
  • Modified Date : 2021-04-09 12:30:36

      રાજકોટમાં કોરોના કેસની સંખ્યાની સાથોસાથ મોતની સંખ્યામાં પણ જેટ ગતિએ વધારો નોંધાઇ રહ્યો છે. હોસ્પિટલોમાં દર એક કલાકે એક દર્દીનું મોત નીપજી રહ્યું છે. પણ તંત્ર દ્વારા સત્ય છૂપાવવાની કોશિષ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે શહેરમાં 24 દર્દીના મોત અને આજે 34 દર્દીઓના મોત નિપજ્યા છે, ઉલ્લેખનીય છે કે ગઈકાલે શહેરમાં રેકોર્ડબ્રેક 427 કેસ નોંધાયા હતા. આથી કુલ કેસની સંખ્યા 21429 પર પહોંચી હતી. શહેરમાં કોરોનાની વધતી સ્થિતિને લઇ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ આવશે, કલેક્ટર, મ્યુ.કમિશનર સાથે કોરોના સંદર્ભે બેઠક કરશે.

     કોરોનાની ચેઇન તોડવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. સોમવારની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજા રખાશે. શનિ-રવિ રજા છે, તેમજ મંગળ અને બુધવારે પણ જાહેર રજા છે. આથી સોમવારની રજા રાખી 5 દિવસ સુધીની રજા રાખવાનો નિર્ણય લીધો છે. આગામી 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી બંધ યુનિવર્સિટી રહેશે.

      રાજકોટમાં અગાઉના બે રાઉન્ડમાં કોરોનાના પોઝિટિવ કેસ મળ્યા હોય તે પરિવારમાં ટેસ્ટ કરવામાં આવે તો એવું બનતું કે અન્ય કોઈ સભ્યોને કોરોના પોઝિટિવ ન હોય. પરંતુ હાલના ત્રીજા રાઉન્ડમાં રાજકોટ શહેરમાં કોરોનાએ ‘ફેમિલી બન્ચિંગ પેટર્ન’થી પૂરપાટ ઝડપ પકડી હોવાનું મહાપાલિકાના ગ્રાઉન્ડ ઝીરો લેવલે કામ કરતાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ધ્યાન પર આવ્યું છે. તાજેતરમાં ચાલુ મહિનામાં જ એવા 30 કિસ્સા ધ્યાને આવ્યા છે કે જેમાં સમગ્ર પરિવારના તમામ સભ્યો એક સાથે કોરોના પોઝિટિવ આવ્યા હોય! કોરોનાની આ નવી પેટર્નથી રાજકોટ ભાજપના મેયર સંધ્યાબેન વ્યાસનો સમગ્ર પરિવાર કોરોનાની લપેટમાં આવી ગયો છે. હાલ તેઓ પરિવાર સાથે હોમ આઇસોલેટ થયા છે. આ ઉપરાંત ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દૂધાત્રા પણ કોરોના કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં દાખલ થયા છે.

      રાજકોટ શહેરમાં કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી સંક્રમણ ફેલાતું અટકાવવા અને સંક્રમણની ચેઈન તોડવાના પ્રયાસોના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન બનાવવા અને તેને આનુસાંગિક આવશ્યક કામગીરી અનુસંધાને જરૂરી ચર્ચા વિચારણા કરવા માટે આજે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને એક ખાસ મિટિંગ યોજાઈ હતી.

      રાજકોટ શહેરમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા જુદા જુદા પગલાઓ લઇ રહી છે. વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.10માં આવેલા અમુત ઘાયલ કોમ્યુનિટી હોલમાં કોવિડ સેન્ટરની આજે સ્થળ મુલાકાત લેતા મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય કમિટી ચેરમેન રાજેશ્વરીબેન ડોડીયા, સિટી એન્જી. ગોહિલ, ચીફ ફાયર ઓફિસર ખેર વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.


Download Our B K News Today App



Related News