અમદાવાદમાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂ. 83.48, રાજસ્થાનમાં 100ને પાર; ભોપાલમાં 94.18 અને મુંબઈમાં 92.86 રૂપિયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-27 12:16:38
  • Views : 287
  • Modified Date : 2021-01-27 12:16:38

    પેટ્રોલ-ડીઝલની કિંમતમાં બુધવારે ફરી વધારો થયો છે. આ મહિને દસમી વખત અને સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત વધી છે. રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરને વટાવી ગઈ છે. ગંગાનગરમાં સામાન્ય પેટ્રોલ 98.40 રૂપિયા પ્રતિ લિટર અને પ્રીમિયમ પેટ્રોલ 101.80 રૂપિયા પ્રતિ લિટર થઈ છે, જ્યારે ડીઝલ 90 રૂપિયાને પાર પહોંચી ગયું છે. જ્યારે અમદાવાદમાં એક લિટર પેટ્રોલનો ભાવ 83.48 રૂપિયા અને ડીઝલનો ભાવ 82.24 રૂપિયા છે.આ સિવાય મુંબઈમાં પેટ્રોલ 92.86 અને દિલ્હીમાં 86.30 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે. જાન્યુઆરીમાં અત્યારસુધીમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 10મી વખત વધારો થયો છે. આજે ડીઝલ અને પેટ્રોલ બંનેમાં 25-25 પૈસાનો વધારો જોવા મળ્યો છે. આ પહેલાં સોમવારે પણ ડીઝલ-પેટ્રોલની કિંમત વધી હતી.

    આ મહિને દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 2.59 રૂપિયા અને ડીઝલમાં 2.61 રૂપિયાનો વધારો થયો છે. 7 ડિસેમ્બરે દિલ્હીમાં પેટ્રોલ 83.71 રૂપિયા અને ડીઝલ 73.87 રૂપિયા/લિટર વેચાયું હતું. એ પછી 29 દિવસ સુધી પૈસા વધ્યા ન હતા. 6 જાન્યુઆરીએ આ મહિને પ્રથમ વખત એના ભાવ વધારવામાં આવ્યા હતા.

* અગ્રણી શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ:

શહેરનું નામપેટ્રોલ(રૂપિયા/લિટર)ડીઝલ(રૂપિયા/લિટર)
દિલ્હી86.3076.48
મુંબઈ92.8683.30
ભોપાલ94.1884.46
જયપુર93.8485.93
ચંદીગઢ83.0776.21
પાણીપત83.6876.37
પટના88.7681.63
રાંચી84.8680.99

    એને સમજવા માટે એ સમજવું જરૂરી છે કે ક્રૂડ ઓઈલમાંથી પેટ્રોલ-ડીઝલ પંપ સુધી કઈ રીતે પહોંચે છે. પહેલા ક્રૂડ બહારથી આવે છે. એ રિફાઇનરીમાં જાય છે, જ્યાંથી પેટ્રોલ અને ડીઝલને કાઢવામાં આવે છે. એ પછી એ ઓઈલ કંપનીઓમાં જાય છે. ઓઈલ કંપનીઓ પોતાનો નફો એડ કરીને એને પેટ્રોલ પંપ સુધી પહોંચાડે છે. પેટ્રોલ પંપ પર આવ્યા પછી પેટ્રોલ પંપના માલિક પોતાનું કમિશન એડ કરે છે. આ કમિશન ઓઈલ કંપનીઓ નક્કી કરે છે. એ પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી જે ટેક્સ નક્કી થાય છે એને એડ કરવામાં આવે છે. એ પછી તમામ કમિશન, ટેક્સ જોડ્યા પછી પેટ્રોલ અને ડીઝલ આપણા સુધી પહોંચે છે.

    ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા પછી રોજ પેટ્રોલ અને ડીઝલનો રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બહાર પાડે છે. પેટ્રોલ-ડીઝલના રેટ ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. એના માટે ઈન્ડિયન ઓઈલના કસ્ટમર RSP પછી સ્પેસ આપીને પેટ્રોલ પંપ કોડ લખીને 9224992249 નંબર પર અને BPCL કન્ઝ્યુમર RSP લખીને 9223112222 નંબર પર મેસેજ મોકલીને માહિતી પ્રાપ્ત કરી શકો છે. જ્યારે HPCL કન્ઝ્યુમર HP Price લખીને 9222201122 નંબર પર મેસેજ મોકલીને આજનો ભાવ જાણી શકો છો.

Download Our B K News Today App



Related News