રાજસ્થાનમાં માતાએ જમાઈની સાથે મળીને 3 લાખમાં પુત્રની હત્યા કરાવી નાખી, કારણ કે તે મારપીટ કરતો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-02 13:29:10
  • Views : 619
  • Modified Date : 2021-04-02 13:29:10

    માતાની મમતાના કિસ્સાઓ તો તમે બહુ સાંભળ્યા હશે, જોકે આ મામલો માતાની નફરતનો છે. પુત્રની મારઝૂડથી કંટાળીને 55 વર્ષીય મા ગીતા લુહારે જમાઈ વિપિનની સાથે મળીને 3 લાખ રૂપિયાની સોપારી આપીને 22 વર્ષના પુત્ર જિતેન્દ્રની હત્યા કરાવી દીધી. છવિરામ ગેંગના શાર્પ શૂટર મહેન્દ્ર ઠાકુરે 20 માર્ચે રાતે લગભગ 8 વાગ્યે ગોળી મારીને તેની હત્યા કરી દીધી.

    21 માર્ચની સવારે કોલીપુર ગામની પાસે જિતેન્દ્રના ઘરથી લગભગ બે કિમી દૂર એક ખેતરમાં ગ્રામીણોને તેનું શબ પડેલું મળ્યું. પોલીસે CCTV ફૂટેજના આધારે શાર્પ શૂટરની ધરપકડ કરી. તેણે હત્યાનું રહસ્ય ખોલી નાખ્યું. એ પછી માતા, જમાઈ અને શાર્પ શૂટરની ધરપકડ કરવામાં આવી.તપાસ અધિકારી રામનાથ સિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ગીતા લુહારની બે પુત્રી છે. તેમના બે સગા ભાઈઓ વિપિન અને સુનીલ સાથે લગ્ન થઈ ચૂક્યા છે. જિતેન્દ્ર ઉર્ફે ટલ્લડ ગીતાનો એકમાત્ર છોકરો હતો. તે દારૂ પીવાની આદત ધરાવતો હતો અને માતા સાથે મારપીટ કરતો હતો. ગીતા તેનાથી કંટાળી ગઈ હતી. ગીતાની પાસે 50 લાખ રૂપિયાની સંપત્તિ છે, તેને તે પોતાની પુત્રીઓને આપવા માગતી હતી.

    જિતેન્દ્ર બંને બહેનોને નફરત કરતો હતો અને માતા દ્વારા પુત્રીઓને પૈસા વગેરેની મદદ કરવા પર તે કકળાટ કરતો હતો. આ વાતને લઈને તેણે જમાઈ વિપિનની સાથે ષડયંત્ર રચીને પુત્રની હત્યા કરી દીધી. એટલું જ નહિ, જિતેન્દ્રના 9 મહિના પહેલાં જ લગ્ન થયા હતા. તેની પત્ની જ્યોતિને જ્યારે અઢી મહિનાની પ્રેગનન્સી હતી, ત્યારે સાસુએ ગર્ભપાત કરાવી દીધો, જેથી કોઈ નવો વારસ ન આવે.

Download Our B K News Today App



Related News