પ્રાચી તીર્થમાં સરસ્વતી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-11 15:59:10
  • Views : 110
  • Modified Date : 2023-07-11 15:59:10

ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે અને નદી નાળા છલકાયા છે. ત્યારે સૂત્રાપાડા તાલુકામાં આજે વરસેલા વરસાદને કારણે પ્રાચી તીર્થમાં સરસ્વતી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યુ છે. સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતાં પ્રાચી તીર્થનો પીપળા સહિતનો ઘાટ પાણીમાં ગરકાવ થયો છે.ગીર સોમનાથ જિલ્લામાં વરસાદના કારણે ગીરના દરિયાકાંઠા વિસ્તારમાં જળબંબાકાર જેવા દ્રશ્યો સર્જાયા છે. તો ધોધમાર વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત જામવાળા ખાતે આવેલા શિંગોડા ડેમના ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવતા કોડીનાર શહેર અને નદી કાંઠાના 17 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. લોકોને નદી કાંઠા આસપાસ અવરજવર ના કરવા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News