ડીસા તાલુકાના પેછડાલ ગામમાં હરિયાળુ ગામ હરીયાળુ ગુજરાતના હેતુ સાથે ગામના સરપંચ તેમજ ગામના ઉત્સાહી યુવાનો દ્વારા ગામની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-18 11:49:27
  • Views : 274
  • Modified Date : 2022-07-18 11:49:27


ડીસા તાલુકાના પેછડાલ ગામમાં હરિયાળુ ગામ હરીયાળુ ગુજરાતના હેતુ સાથે ગામના સરપંચ તેમજ ગામના ઉત્સાહી યુવાનો દ્વારા ગામની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું


ડીસા તાલુકાના પેછડાલ ગામમાં હરિયાળુ ગામ હરીયાળુ ગુજરાતના હેતુ સાથે ગામના સરપંચ તેમજ ગામના ઉત્સાહી યુવાનો દ્વારા ગામની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આમ તો અનેક વખત અનેક જગ્યાએ વૃક્ષતો રોપાતા જ હોય છે. પણ સરપંચના દ્રઢ નિર્ણય સાથે રોપામાં આવેલ દરેક વૃક્ષ વિશાળ વૃક્ષ બનવું જોઈએ તેવા હેતુ સાથે દરેક વૃક્ષને વાવી તેની માવજત માટે જાળી પણ નાખવામાં આવી અને આજુબાજુ કાંટા લગાવી વૃક્ષને કોઈ નુકસાન ન થાય તે માટે ખૂબ જ બારીકાઈ થી એક એક વૃક્ષને રોપવામાં આવેલ છે. સાથે સાથે ગામના અનેક યુવાનોએ વૃક્ષોને જાળી નાખવા માટે દાન પણ અર્પણ કર્યું છે. રોપવામાં આવેલા વૃક્ષને પાણી મળી રહે એ માટે ટપકની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. તો આ સાથે જ સૌ કોઈએ વૃક્ષો વાવવા જોઈએ અને વૃક્ષની માવજત કરવી જોઈએ. કહેવત છે ને હસે વૃક્ષો તો આવશે વરસાદ અને નહીં હસે તો જસે જીવન ...આવો આપણે પણ ગુજરાતને હરિયાળું બનાવીએ.


Download Our B K News Today App



Related News