પાટણમાં વોર્ડ નંબર 7, 8, 9 અને 10ના 20થી વધુ લઘુમતી સમાજના આગેવાનો ભાજપમાં જોડાતા શહેરનુ રાજકારણ ગરમાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-04 12:10:19
  • Views : 293
  • Modified Date : 2021-02-04 12:10:19

    ચૂંટણીઓના પડઘમ વચ્ચે મંગળવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શહેરના 20થી વધુ લઘુમતી સમાજના આગેવાનોએ પૂર્વ ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલની ઉપસ્થિતિમાં કેસરીયો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. લઘુમતી સમાજના મતદારોના પ્રભુત્વવાળા વોર્ડ નંબર 7, 8, 9 અને 10ના લઘુમતી સમાજના આગેવાનો ભાજપમાં જોડાતા શહેરનુ રાજકારણ ગરમાયું.

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે, ત્યારે પાટણમાં રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બની રહી છે. શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પાટણ શહેરના વોર્ડ નંબર 7, 8, 9 અને 10 આ ચાર વોર્ડમાં લઘુમતિ સમાજના મતદારોનું પ્રભુત્વ છેઆ સમાજના લોકો કોંગ્રેસની વિચારસરણી સાથે સંકળાયેલા છે, ત્યારે મંગળવારે પાટણ ખાતે આવેલા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમમાં સાંજે ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલના હસ્તે આ ચારેય વોર્ડના લઘુમતી સમાજના 20 જેટલા આગેવાનો કેશરીયો ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાતા શહેરનું રાજકારણ ગરમાયુ છે.પાટણમાં લઘુમતી સમાજના 20 આગેવાનો ભાજપમાં જોડાયાપાટણમાં લઘુમતી સમાજના 20 આગેવાનો ભાજપમાં જોડાય એક અઠવાડિયા અગાઉ વોર્ડ નં.10 ના કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટર પણ ભાજપમાં જોડાયા હતા, ત્યારે મંગળવારે લઘુમતી સમાજના 20 જેટલા આગેવાનો ભાજપમાં જોડાતા કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે.

 

Download Our B K News Today App



Related News